Homeગુર્જર નગરીરોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો, રૂવાટાં ઊભા કરી દેતા CCTV...

રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો, રૂવાટાં ઊભા કરી દેતા CCTV આવ્યા સામે

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના નરોડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાના રૂવાટાં ઊભા કરી દેતા સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

એક યુવક રોડ ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે. તે લગભગ રોડ ક્રોસ કરી પણ લે છે અને રોડના ડિવાડર પર ચડે છે. ત્યારે જ અચાનક એક કાર તેને અડફેટે લે છે. અડફેટે લેતા જ તે યુવક રોડ પર પટકાય છે અને કાર નીચે કચડાય છે. તે ઘસડાઈને રોડમાં દૂર ફેંકાય છે. આ દૃશ્યો હિટ એન્ડ રનનો બનાવ બન્યો તે તરફની એક દુકાનમાં કેદ થયો છે. આ દૂર્ઘટના બાદ ત્યાં દુકાન પર હાજર એક શખશ પણ ચોંકી જાય છે અને દૂર્ઘટના બની તે તરફ હાથ લાંબો કરે છે. દરમિયાન રોડ પર વાહનોની લાઈનો લાગી જાય છે.

આ ઘટના નરોડા પાટીયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો હતો. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બાપુનગરનો રહેવાસી હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments