Team Chabuk-Gujarat Desk: સોનિયા ગાંધીને (Sonia Gandhi) દિલ્હી ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત હાલ સ્ટેબલ છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શુક્રવારે અચાનક લથડી હતી. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને તાવ આવ્યા બાદ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીની હાલત હવે સ્થિર હોવાના સમચાર મળ્યાં છે.
સોનિયા ગાંધીની તબિયત એવા સમયે બગડી છે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે. તેઓ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા ગયા છે. અહીં તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. એવા કેસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા જ નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ નાખવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત