Homeગામનાં ચોરેManish Sisodia: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

Manish Sisodia: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

Team Chabuk-National Desk: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું છે. સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મનીષ સિસોદિયા પાસે ઘણા વિભાગોની જવાબદારી હતી. સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા પછી મનીષ સિસોદિયા તેમના વિભાગનું કામ જોઈ રહ્યા હતા. મનીષ સિસોદિયા દિલ્હી સરકારના 33માંથી 18 વિભાગનો હવાલો સંભાળતા હતા. સત્યેન્દ્ર જૈન નવ મહિનાથી જેલમાં છે. જ્યારથી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ કેજરીવાલ સરકાર પર આક્રમક બની ગયા છે. તે જ સમયે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી પદ પર હતા. બંનેના રાજીનામા અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે આના કારણે કામ અટકશે નહીં અને ભાજપ પોતાની યોજનામાં સફળ નહીં થાય.

ભાજપે સીએમ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે

બંને મંત્રીઓના રાજીનામા બાદ બીજેપી સાંસદ મનોજ તિવારીએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. મનોજ તિવારીએ ટ્વીટ કર્યું, “સુપ્રીમ કોર્ટની કડક ઝાટકણીથી આમ આદમી પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ… આખરે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને રાજીનામું આપવું પડ્યું. કેજરીવાલ જી, નૈતિકતાના આધાર પર તમારે પણ રાજીનામું આપવું જોઈએ છે.”

છેલ્લા મહિનામાં ત્રણ મંત્રીઓના રાજીનામા

રાજેન્દ્ર પાલ ગૌતમ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સહિત દિલ્હીના કુલ ત્રણ મંત્રીઓએ અત્યાર સુધીમાં રાજીનામું આપી દીધું છે. ગયા વર્ષે રાજેન્દ્ર પાલ ગૌતમે એક વિવાદાસ્પદ નિવેદન બાદ સીએમ કેજરીવાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments