Homeગુર્જર નગરીસુરતઃ લગ્નની લાલચ આપી યુવકે હવસ સંતોષી, હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ

સુરતઃ લગ્નની લાલચ આપી યુવકે હવસ સંતોષી, હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સુરતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. અહીં રત્નકલાકારે પોતાની સાથે કામ કરતી યુવતી પર જ દાનત બગાડી અને પોતાની હવસ સંતોષી હોવાનો દાવો છે. એટલું જ નહીં રત્નકલાકારે યુવતીને માર માર્યો હોવાનો પણ આરોપ છે.

સુરતમાં રત્નકલાકારે સાથે કામ કરતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં એક રત્નકલાકારે પોતાની સાથે કામ કરતી મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. રત્નકલાકારે કતારગામની એક હૉટલમાં બોલાવી હતી, અહીં રત્નકલાકારે પહેલા પીડિતાને માર માર્યો હતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. કતારગામ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં હરિયાણાના એક સિંગરે સુરતની પરિણીતાને બોલાવીને 48 રૂપિયા ખંખેરી લીધા, એટલુ જ નહીં આ સિંગરે પરિણીતા સાથે પહેલા મોબાઇલ એપ દ્વારા વર્ચ્યૂઅલ સેક્સ માણ્યુ અને બાદમાં હૉટલમાં લઇ જઇને શારીરિક શોષણ પણ કર્યુ હતું. જે બાદ સુરત પોલીસે હરિયાણા જઇને આરોપીની ધરપકડ કરી હતી.

Surat crime

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments