Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક દિવ્યાંગ યુવકની જાહેરમાં પીટાઈનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના જેવર વિસ્તારની છે જ્યાં એક દંપતીએ પોતાના જ સંબંધીને લાકડીઓ વડે ફટકાર્યો અને તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું. પોલીસે પીડિત ગજેન્દ્રની ફરિયાદ પર કેસ ફાઈલ કર્યો છે અને જુગેન્દ્ર અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં છે.
नफरत के इस दौर में हम किस मुकाम पर आकर खड़े हो गए है, इस पर पुनः चिंतन की जरूरत है..
— Srinivas BV (@srinivasiyc) March 29, 2022
ये तस्वीरें इंसानियत को शर्मसार करने वाली है.. pic.twitter.com/jcP5NH1xHk
પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો 27 માર્ચનો છે. જેમાં દિવ્યાંગ યુવક ગજેન્દ્રની તેના જ સંબંધીઓએ પીટાઈ કરી હતી. ઘટના કંઈક એવી છે કે આરોપી જુગેન્દ્રએ પોતાની શાળા ચલાવવા માટે દિવ્યાંગ ગજેન્દ્રને આપી હતી. જોકે ગત બે વર્ષથી પ્રથમ લોકડાઉન અને મહામારીના અન્ય કારણોથી શાળા બંધ રહી. જેને જોતા જુગેન્દ્રએ શાળાને ભાડે ચડાવી દીધી. આ વાતને લઈ જુગેન્દ્ર અને ગજેન્દ્રની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એ હદ સુધી વકર્યો કે ગુસ્સામાં જુગેન્દ્રએ પોતાની પત્ની સાથે મળી દિવ્યાંગ ગજેન્દ્રની દંડા વડે પીટાઈ કરી અને તેનું સ્કૂટર તોડી નાખ્યું.

એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે પીડિત ગજેન્દ્રએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી હતી. જે પછી આરોપી ધણિયાણીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગની સાથે મારપીટનો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના શ્રીનિવાસ બીવીએ પણ આ વીડિયોને શેર કર્યો છે. વીડિયોમાં તેમણે લખ્યું છે કે ‘नफरत के इस दौर में हम किस मुकाम पर आकर खड़े हो गए हैं. इस पर पुनः चिंतन की जरूरत है. ये तस्वीरें इंसानियत को शर्मसार करने वाली हैं.’

વીડિયોમાં જોઈ શકાય છે કે જુગેન્દ્રની પાસે મોટી લાકડી છે અને તેનાથી તે સ્કૂટર પર બેસેલા ગજેન્દ્રને ફટકારી રહ્યો છે. પહેલા તે પીઠના ભાગે બેથી ત્રણ લાકડીઓ મારે છે. રસ્તામાંથી કેટલાક વાહન પસાર થાય છે પણ કોઈ રોકાતું નથી. આ ઘટનાનો વીડિયો કોઈ દૂરથી ઉતારી રહ્યું હોય છે. બાદમાં જુગેન્દ્રની પત્ની પણ મોટું લાકડું લઈ આવે છે અને દિવ્યાંગના થ્રી-વ્હિલ સ્કૂટર પર ફટકારવા લાગે છે. દિવ્યાંગ અસહાય હોય છે જેથી તે સ્કૂટર પર બેઠો રહે છે જ્યારે આરોપી દંપત્તિ સ્કૂટરના આગળ અને પાછળના ભાગમાં લાકડાથી પ્રહાર કરતા રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત