Homeસિનેમાવાદપોતાની ગુજરાતી ફિલ્મના રિલીઝ પહેલાં આ અભિનેત્રીનું મોત, છપાક, CID, અદાલત, સાવધાન...

પોતાની ગુજરાતી ફિલ્મના રિલીઝ પહેલાં આ અભિનેત્રીનું મોત, છપાક, CID, અદાલત, સાવધાન ઈન્ડિયામાં કરી ચુકી છે કામ

Team Chabuk-Entertainment Desk: ‘સારાભાઈ vs સારાભાઈ’ શોમાં જાસ્મિનનો રોલ કરનારી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અકસ્માતે નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં વૈભવી ઉપાધ્યાયને અકસ્માત નડ્યો હતો. વૈભવીનો પરિવાર ચંદીગઢમાં રહેતો હતો. વૈભવીના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 1 વાગ્યે મુંબઈમાં થશે.અભિનેત્રીના અચાનક નિધનથી અભિનેત્રીના ચાહકોમાં શોકની લાગણી છવાઈ છે. આ અંગે અભિનેત્રીના પરિવાર સહિત ફેન્સ દુઃખ વ્યક્ત કર્યું છે.

મળતી માહિતી મુજબ સોમવારે હિમાચલના કુલ્લુના બંજારમાં એક્ટ્રેસનો અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વૈભવી ઉપાધ્યાય પોતાના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન વેલીની મુલાકાત લેવા જઈ રહી હતી. પરંતુ એક વળાંક પર તેમને અકસ્માત નડ્યો હતો. તેમની કાર ખીણમાં ખાબકતા અભિનેત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
‘સારાભાઈ vs સારાભાઈ’માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ આ દુઃખદ સમાચાર આપ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ અકસ્માત ઉત્તર ભારતમાં થયો છે. જેડી મજેઠિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે ‘સારાભાઈ vs સારાભાઈ’ની ‘જાસ્મિન’ તરીકે જાણીતી છે, તેમનું નિધન થયું છે. વૈભવીના આત્માને શાંતિ મળે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મલ્હાર ઠાકરે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ભગવાન તમારી આત્માને શાંતિ આપે. આપણી ફિલ્મ ‘લોચા લાપસી’ રિલીઝ થવાની છે. ત્યારે તમે બહુ જ યાદ આવશે.

વૈભવી દીપિકા પાદુકોણ સાથે 2020ની ફિલ્મ ‘છપાક’ અને ‘તિમિર’ (2023)માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત ગુજરાતી થિયેટરમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી. વૈભવીએ ટીવી શો ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ઉપરાંત ‘ક્યા કસૂર હૈ અમલા કા’ અને ડિજિટલ સિરીઝ ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ્ડ’માં પણ કામ કર્યું હતું.

આ ઉપરાતં વૈભવીએ ક્રાઇમ ડ્રામા સિરિયલોમાં કામ કર્યું છે. વૈભવી ઉપાધ્યાય સીઆઇડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઇન્ડિયા: ક્રાઇમ એલર્ટ, પ્લીઝ ફાઇન્ડ એટ્રેક્ટ, ડિલિવરી ગર્લ, ઇશ્ક કિલ્સ અને લેફ્ટ રાઇટ લેફ્ટ જેવા હિટ શોમાં કામ કર્યું છે.

વૈભવી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ હતી. તે અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહેતી હતી.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments