Homeગુર્જર નગરીનવી મેડિકલ જી.એમ.ઇ.આર.એસ કોલેજોની કામગીરીમાં પોરબંદર જિલ્લા તંત્ર સૌથી અગ્રેસર

નવી મેડિકલ જી.એમ.ઇ.આર.એસ કોલેજોની કામગીરીમાં પોરબંદર જિલ્લા તંત્ર સૌથી અગ્રેસર

Team Chabuk-Gujarat Desk: પોરબંદરના ધરમપુર ખાતે ૧૯.૭૬ એકર જમીનમાં બનનાર નવી મેડીકલ કોલેજ માટેની મીટીંગ જિલ્લા કલેકટર અશોક શર્માની અધ્યક્ષતામા જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી.

પોરબંદરને સરકાર દ્વારા મેડિકલ કોલેજ આપવામાં આવી છે. પોરબંદર ખાતે આવતા વર્ષ ૨૦૨૨થી નવી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના વર્ગો શરૂ થઈ જાય તે માટે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએથી મેળવવાની થતી મંજૂરીઓ મળી જાય તે માટે કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી કામચલાઉ ધોરણે અન્ય માળખાગત વ્યવસ્થાઓ ઉભી કરીને આ કામગીરી શરૂ કરવા માટે કલેકટર અશોક શર્માએ મેડિકલ કોલેજ માટે રચવામાં આવેલી કમિટીના સભ્યો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પોરબંદરની મેડિકલ કોલેજના ડીન તરીકે એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગરના ડો.ચેટર્જીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર મેડિકલ કોલેજના ડો. નંદની દેસાઈને કો-ઓર્ડિનેશન કમિટીમાં પણ આમંત્રિત કરાયા છે. કમિટીના અધ્યક્ષ કલેકટર રહેશે અને સભ્ય સચિવ તરીકે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. એ. એ .કોટક રહેશે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિ.કે. અડવાણી દ્વારા સહયોગ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં નવી બનનાર મેડીકલ કોલેજની કામગીરી સહિતના મુદે ચર્ચા કરવામા આવી હતી.  

મેડીકલ કોલેજ સાથે સંલગ્ન રૂરલ આરોગ્ય કેન્દ્ર તરીકે સામુહીક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ અને શહેરી આરોગ્ય કેન્દ્ર તરીકે અર્બન હેલ્થ સેન્ટર, કડિયાપ્લોટ (UHC)ને રાખવાનું નક્કી કરાયુ છે.

હાલ કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓને રહેવા માટે નર્સિંગ સ્કૂલની હોસ્ટેલમાં વધારાનો માળ બનાવાશે. જ્યારે વિદ્યાર્થીઓને રહેવા માટે તોરણ બંગલોઝમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. વનાણા આરોગ્ય તાલીમ સેન્ટરની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે નવી મેડિકલ જી.એમ.ઇ.આર.એસ કોલેજો બનવાની છે તેમાં પોરબંદર જિલ્લા તંત્રએ અગ્રેસર ની તૈયારીઓ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments