Homeગામનાં ચોરેVIDEO: રાજસ્થાનમાં જે બન્યું તે તમે ફિલ્મોમાં જ જોયું હશે, ત્રણની ધરપકડ

VIDEO: રાજસ્થાનમાં જે બન્યું તે તમે ફિલ્મોમાં જ જોયું હશે, ત્રણની ધરપકડ

Team Chabuk-National Desk: દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ધીમે ધીમે કેસ ઓછા થઈ રહ્યા છે. બીજી તરફ દેશમાં ફરી અનલૉકની સ્થિતિ બની રહી છે. મંદિરો અને પર્યટન સ્થળો ખુલ્યા છે. જો કે, પર્યટન સ્થળો ખુલતાનની સાથે જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મુસાફરોને ડરાવી રહ્યો છે. જોકે, બાદમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લોકોની સુરક્ષાની ખાતરીનો સંકેત પણ આપ્યો છે.

વીડિયોમાં શું છે ?

વીડિયોમાં કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે. જેમના હાથમાં ચાકુ છે અને કારચાલકને ધમકાવીને લૂંટી રહ્યા છે. આ વીડિયો એ યુવતીએ બનાવ્યો છે જે યુવક સાથે આવી હતી. થોડીવાર ધમકાવ્યા બાદ યુવક પાસેથી જે મળ્યું તે લઈને યુવક જતાં રહે છે તેમની સાથે કારની ચાવી પણ લઈ જાય છે. યુવતી વિનંતી કરે છે પરંતુ આ શખ્સો તેમને ચાવી આપતા નથી અને બાઈક લઈને ફરાર થઈ જાય છે. વીડિયોમાં યુવતી બંને બાજુનો રસ્તો પણ બતાવે છે જે એકદમ સુમસાન ભાસી રહ્યો છે. એટલે કે, યુવકોએ આયોજન પૂર્વક આ લોકોને અવાવરું જગ્યાએ રોક્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 1 મીનિટ અને 7 સેકન્ડના આ વીડિયોથી સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે.

દાવો કરાયો છે કે, આ વીડિયો ઉદયપુરનો છે. જ્યાં એક દંપતીને 5-6 શખ્સોએ લૂંટી લીધું હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ઉદયપુર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

વીડિયો વાયરલ થયાના થોડા સમય બાદ ઉદયપુર પોલીસે પણ એક ટ્વીટ કર્યું હતું. જેમા માહિતી આપી હતી કે દંપતીને લૂંટનારા ત્રણ શંકાસ્પદ આરોપીને ઝડપી લેવાયા છે.

ઉદયપુર પોલીસે ટ્વીટ સંદેશમાં કહ્યુ હતું કે, આ મામલે અંબામાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આરોપીઓને તાત્કાલિક પકડવા માટે 10 ટીમ બનાવી છે. 3 શંકાસ્પદોને ઝડપી લેવાયા છે. મોટા તળાવ પછી એક અલગ ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે અને લેડી પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. CCTC કેમેરા લગાવવાનું કામ પણ ચાલું છે.

રાજસ્થાનમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરી વધી રહી છે. ગયા મહિને રાજસ્થાનના ભરતપુરમાં એક ડૉક્ટર દંપતીની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 5 જૂને હનુમાનગઢમાં એક યુવકની પીટાઈ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આ વિવાદ બાબા સાહેબ આંબેડકરનું બેનર ફાડવાથી શરૂ થયો હતો. હવે ઉદયપુરની આ ઘટના સામે આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments