Homeદે ઘુમા કેવેસ્ટ ઈન્ડિઝનાં સ્ટાર ક્રિકેટર આન્દ્રે રસેલને માથાના ભાગે બોલ વાગતા મેદાનમાં ઢળી...

વેસ્ટ ઈન્ડિઝનાં સ્ટાર ક્રિકેટર આન્દ્રે રસેલને માથાના ભાગે બોલ વાગતા મેદાનમાં ઢળી પડ્યો

Team Chabuk-Sports Desk: વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પાકિસ્તાન સુપર લીગમાં રમતાં ઈજાગ્રસ્ત થયો હતો. રસેલ પાકિસ્તાન સુપર લીગમાં પોતાનો પ્રથમ મેચ રમી રહ્યો હતો. ક્વેટા ગ્લેડિએટર્સનાં આધારભૂત બેટ્સમેન રસેલને ઈસ્લામાબાદ યૂનાઈટેડના બોલર મોહમ્મદ મૂસાનો બોલ માથાના ભાગે વાગ્યો હતો.

માથામાં બોલ વાગવાથી રસેલ કન્કશનનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટના ક્વેટા ગ્લેડિએટર્સની ઈનિંગની 14મી ઓવરમાં થઈ હતી. રસેલે મૂસાની ઓવરમાં સતત બે સિક્સ ફટકારી હતી. જોકે તે મૂસાના આગામી બોલને ધ્યાનથી પરખી ન શક્યો, જે બાઉન્સર હતી. બોલ માથાના ભાગે વાગતા ફિઝિયો રસેલને ચેક કરવા માટે મેદાનમાં આવ્યા હતા.

રસેલે એ પછી પણ બેટીંગ ચાલુ રાખી હતી પણ આગલી બોલમાં જ આઉટ થઈ ગયો હતો. તે 6 બોલમાં 13 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. 34 વર્ષીય રસેલને સ્ટ્રેચરની મદદ વડે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. જે પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

આ સિવાય રસેલ ફિલ્ડીંગ દરમ્યાન પણ મેદાનમાં નહોતો ઉતર્યો. તેની જગ્યાએ નસીમ શાહે લીધી હતી. નસીમને રસેલની જગ્યાએ લેવાનો નિર્ણય ઈસ્લામાબાદની ટીમને પસંદ નહોતો આવ્યો. કેપ્ટન શાદાબ ખાને પોતાની ટીમની બેટીંગનો આરંભ થતાં પહેલાં અમ્પાયરની સાથે આને સંલગ્ન વાતચીત પણ કરી હતી.

જોકે લાઈક-ટૂ-લાઈકનો નિર્ણય મેચ રેફરી જ કરે છે. શાહને આ કારણે જ મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, કારણ કે રસેલ ચાર ઓવર બોલિંગ નહોતો કરી શકવાનો હતો. આ મેચની જો વાત કરવામાં આવે તો ક્વેટા ગ્લેડિએટર્સને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્વેટા ગ્લેડિએટર્સે પ્રથમ બેટીંગ કરતા 133 રન બનાવ્યા હતા. ઈસ્લામાબાદે 134 રનનું લક્ષ્ય દસ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું. કોલિન મનરોએ 90 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.

ક્વેટા ગ્લેડિએટર્સનો મેચ 12 જૂન શનિવારનાં રોજ પેશાવર લાજ્મીની વિરૂદ્ધ છે અને રસેલના રમવા પર સસ્પેન્સ બરકરાર છે. ક્વેટાની પાસે વિદેશી ખેલાડીઓનાં રૂપે કેમરન ડેલપોર્ટ અને ઝહીર ખાન વિકલ્પમાં છે. ટીમ રસેલની જગ્યાએ આ બંનેમાંથી કોઈ એકને તક આપી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments