Homeગુર્જર નગરીમહેંદીએ પત્નીની હાજરીમાં સચિનને માર માર્યો હતો

મહેંદીએ પત્નીની હાજરીમાં સચિનને માર માર્યો હતો

Team Chabuk-Gujarat Desk: પોતાની પ્રેમિકાની હત્યા કરીને પ્રેમિકા થકી થયેલા દસ મહિનાના બાળકને તરછોડનાર સચિન દીક્ષિતને સાથે રાખીને પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. પ્રેમિકા મહેંદીની હત્યા અને પોતાના બાળક શિવાંશને તરછોડવાનો કિસ્સો સમગ્ર રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. આરોપી સચિન દીક્ષિત હાલ વડોદરા પોલીસના કબજામાં છે. સચિન દીક્ષિત પરણિત હોવા છતાં પોતાની પ્રેમિકા હિના પેથાણી ઉર્ફે મહેંદી સાથે વડોદરામાં રહેતો હતો. ત્યારે સચિન અને મહેંદીના પ્રેમ સંબંધ વિશે સચિનનો પરિવાર અજાણ હોવાનું પરિવારે શરૂઆતમાં જણાવ્યું હતું. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ સત્ય બહાર આવ્યું. સચિનની પત્નીએ પણ કબૂલ્યું કે, સચિન અને મહેંદીના સંબંધો અંગેની તેને જાણકારી હતી.

હવે તપાસમાં એવી પણ વાત સામે આવી છે કે, હિના પેથાણી ઉર્ફે મહેંદીએ સચિનને તેની પત્નીની હાજરીમાં જ માર માર્યો હતો. આ ઘટના અમદાવાદમાં બની હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મહેંદીએ પત્નીની હાજરીમાં જ સચિનને મેથી પાક ચખાડ્યો હતો. પત્નીએ સચિનને માર ખાતા બચાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, ગત 8 ઓક્ટોબરના મોડી રાત્રે ગાંધીનગરના પેથાપુર આવેલી એક ગૌશાળામાં એક દસ માસના બાળકને તરછોડવામાં આવ્યો હતો. આ બાળકના કેસની તપાસમાં એક બાદ એક ભેદ ખુલતા ગયા અને કેસ છેક મહેંદીની હત્યા સુધી પહોંચ્યો હતો. બાળકને તરછોડતાં પહેલાં માતાને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમા પોલીસે 20 કલાક બાદ માસુમને તરછોડનાર પિતાને ઝડપી લીધો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો.

advertisement-1

આ પહેલા સચિન દીક્ષિતનો પરિવાર મહેંદી સાથે કોઈ બાબતે પરિચિત નહીં હોવાનુ રટણ કરતો રહ્યો. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન દીક્ષિતની પત્ની આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો, તે સમયે આરાધનાએ ફોન કર્યો હતો. ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યુ હતુ કે, હુ હવે આ રસ્તે નહીં જાઉ. આ અગાઉ પત્નીએ કબૂલ્યું હતું કે મહેંદીએ સચિન દીક્ષિત સામે છેતરપિંડીની અરજી સ્વરૂપે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે તે વખતે બન્ને પરિવારોએ સમાધાન કરી લીધું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments