Team Chabuk-National Desk: કર્ણાટક વિધાનસભાની બે સીટો પર થનારી પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પાર્ટીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રીને અંગૂઠા છાપ અને અભણ કહ્યા છે.

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસે પોતાના શાસનકાળમાં શાળાઓ બનાવી પણ પ્રધાનમંત્રી કોઈ દિવસ ભણવા ન ગયા. કોંગ્રેસે યુવાનોને શિખવા માટે કેટલીય યોજનાઓ બનાવી પણ પ્રધાનમંત્રીએ અહીં પણ એ ન શિખ્યું. કન્નડ ભાષામાં કરવામાં આવેલા ટ્વીટમાં પાર્ટીએ આગળ લખ્યું છે કે, જે લોકોએ ભિક્ષાવૃતિ પર પ્રતિબંધ છતાં ભીખ માગવાનું પસંદ કર્યું, એ આજે સામાન્ય લોકોને ભીખ માગવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના આ ટ્વીટને લઈ ભાજપની પ્રવક્તા માલવિકા અવિનાશે કહ્યું હતું કે, માત્ર કોંગ્રેસ જ આટલી નીચે પડી શકે છે. આવી ટીપ્પણી જવાબ દેવાને લાયક નથી. જણાવી દઈએ કે કર્ણાટકમાં સિંદલી અને હંગલ વિધાનસભા ક્ષેત્રમાં ત્રીસ ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી છે. જનતા દળ સેક્યુલર અને ભાજપના ધારાસભ્યના નિધન બાદ અહીં સીટ ખાલી થઈ હતી.

સત્તારૂઢ ભાજપ માટે અસંખ્ય વસ્તુઓ દાવ પર લાગી છે, કારણ કે બસવરાજ બોમ્મઈ બાદ બી.એસ યેદિયુરપ્પાની જગ્યાએ મુખ્યમંત્રી બન્યા બાદ આ પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. જેથી તેમની લોકપ્રિયતા અને રાજકારણની સૂઝબૂઝ પર પણ નજર રહેશે. ભાજપ માટે સૌથી સારી વાત એ છે કે હંગલ એ નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના નિર્વાચન ક્ષેત્ર શિગગામની બાજુમાં છે. સામે કોંગ્રેસને આશા છે કે 2023માં થનારી રાજ્યની ચૂંટણી પહેલા બંને સીટો પર વિજય પ્રાપ્ત કરી પાર્ટી લોકોનો વિશ્વાસ સંપાદિત કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત