Team Chabuk-National Desk: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં જેની ધરપકડ થયેલી છે તે આર્યન ખાનના મૌલિક અધિકારોની રક્ષાની માગને લઈ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સાથે જ મુંબઈમાં એનસીબીની ભૂમિકાની તપાસ કરાવવા માટે પણ માગ કરી છે. અરજીમાં આર્યન ખાનના મૌલિક અધિકારોના ઉલ્લંઘન અંગેની તપાસ ટોચની અદાલતના એક જજ પાસે કરાવવાની માગણી ઉચ્ચારવામાં આવી છે.

સંવિધાનના અનુચ્છેદ 32 હેઠળ અરજી દાખલ કરતા, રાજ્યમંત્રીનો દરજ્જો જેમને પ્રાપ્ત છે એવા કિશોર તિવારીએ સીજેઆઈ એન.વી રમણ પાસેથી આ સમગ્ર મામલે સર્વોચ્ચ પ્રાથમિકતાના આધાર પર હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, ગત બે વર્ષોથી દુર્ભાગ્યપૂર્ણ ઉદ્દેશ્યોની સાથે એનસીબી પક્ષપાતનો રંગ-ઢંગ અપનાવી રહી છે અને ફિલ્મી હસ્તીઓ, મોડલ અને અન્ય સેલિબ્રિટીઓને પરેશાન કરી રહી છે. અનુચ્છેદ 32 હેઠળ, સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ મૌલિક અધિકારોના ઉલ્લંઘનથી સંબંધિત દરેક ઘટનાને ધ્યાનમાં લેવા વિવશ છે. જે રીતે સંવિધાનના ભાગ ત્રણ હેઠળ કહેવામાં આવ્યું છે. જેનું એનસીબી ઉલ્લંઘન કરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, વિશેષ એનડીપીએસ કોર્ટ (મુંબઈ) દ્વારા આર્યન ખાન અને અન્ય આરોપીઓની જમાનત અરજી પર 20 ઓક્ટોબર સુધી પ્રતીક્ષા કરાવીને આરોપીનું અપમાન કરી રહી છે. આર્યન ખાનને અલોકતાંત્રિક અને અવૈદ્ય રૂપથી જેલમાં 17 રાત સુધી રાખવામાં આવ્યો. જે સંવિધાનમાં નિહિત જીવન અને સ્વતંત્રતાના મૌલિક અધિકારની સમગ્ર રીતે અવહેલના છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત