Homeગુર્જર નગરીમહેંદીના પિતા મીડિયા સામે આવ્યા, ખોલ્યા આ રાઝ, કહ્યું, “મારી દીકરી સાથે...

મહેંદીના પિતા મીડિયા સામે આવ્યા, ખોલ્યા આ રાઝ, કહ્યું, “મારી દીકરી સાથે આવું કૃત્ય કરનારાને ફાંસી આપો”

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં પેથાપુરમાંથી મળી આવેલા બાળક અને તેની માતા હિના પેથાણીની હત્યા કેસનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો છે. જો કે, આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી સચિન દીક્ષિતે હિનાની હત્યા કરી હોવાની તેમજ પોતે જ બાળકને ગૌશાળામાં મુકી ગયો હોવાની કબૂલાત કરી લીધી છે. બાળકને તરછોડવા મુદ્દે ગાંધીનગર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કોર્ટે સચિનના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બીજી તરફ વડોદરામાં કરેલી હિનાની હત્યાના કેસમાં આગામી સમયમાં વડોદરા પોલીસ તેની કસ્ટડી મેળવશે. આ તમામ વાતો વચ્ચે મહેંદી ઉર્ફે હિનાના પિતા મહેબૂબભાઈ મીડિયા સામે આવ્યા છે અને તેમણે મહેંદીની માસી અને માસા તેમજ પોતાના સાસુ સસરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત તેણે પોતાના અંગત જીવન અંગે પણ મીડિયાને સમગ્ર વાત કહી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં મહેંદીના પિતા મહેબૂબભાઈએ કહ્યું હતું કે, મહેંદી જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ તેમના છુટાછેડા થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, છુટાછેડા બાદ મે બીજા લગ્ન કર્યા હતા તેમજ મહેંદીની માતાએ પણ બીજા લગ્ન કરી લીધા હતા. લાંબા સમયથી હિના તેના માસી અને માસા સાથે જ રહેતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, એ લોકો ખુબ ખરાબ છે તેમની પણ આકરી પૂછપરછ કરવામાં આવે.

મહેંદી ઉર્ફે હિનાના પિતાએ કહ્યું કે, કે, “જુહાપુરામાં આદિલ નામના છોકરા સાથે મહેંદીના લગ્ન થયા હતા. આદિલ સાથે હીનાના છૂટાછેડા થયા હતા. મારી સાસુ એટલે કે મહેંદીના નાનીએ મારા છૂટાછેડા કરાવ્યા હતા એ રીતે જ મારી દીકરીના પણ છૂટાછેડા કરાવ્યા હતા એ લોકોએ મારી અને મારી દીકરીના છૂટેછાડા કરાવીને બંનેની જિંદગી બરબાદ કરી નાખી.” મહેંદીના પિતાએ માગણી કરી કે, “મારી દીકરી સાથે આવું કૃત્ય કરનારને ફાંસીની સજા કરવામાં આવે.”

મહેંદી ઉર્ફે હિનાના પિતાએ કહ્યું કે, ચાર વર્ષથી તેમને મહેંદી સાથે કોઈ સંપર્ક નહીં એટલું નહીં તેમણે દાવો કર્યો કે મને મહેંદીના આ સંબંધ અને તેના બાળક વિશે પણ કોઈ માહિતી ન હતી. તેમણે કહ્યું કે, મે મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. છૂટાછેડા બાદ એ લોકો તેમની સાથે લઈ ગયા હતા.

advertisement-1

તેમણે કહ્યું કે, “મારી દીકરીનું જે બાળક નિરાધાર બન્યું છે તેનો કબજો કોઈ સારા વ્યક્તિને સોંપવામાં આવે. મારા દીકરીના માસીને તેનો કબજો ન સોંપવામાં આવે. મને બાળકની કસ્ટડી સોંપવામાં આવે તો પણ હું લેવા તૈયાર છું.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments