Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ સામૂહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના અને છેલ્લાા સાતેક દિવસ પહેલાં ભાણવડ રહેવા ગયેલા મુસ્લિમ પરિવારની માતા, પુત્રી અને સાસુએ કોઈ કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૂળ જામનગરનો મુસ્લિમ પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેવા માટે આવ્યો હતો. આ પરિવારની ત્રણ મહિલાઓએ આજે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં માતા નૂરજહાંબાનું નુરમામદ શેખ (ઉં.વ.42), દીકરી સાહિસ્તા નુરમામદ શેખ (ઉં.વ. 18) અને સાસુ નમબાનુ સરવણીયા (ઉં.વ. 63) એ એક સાથે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કરી લીધું છે.

એક જ ઘરની ત્રણ મહિલાઓએ એક સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ સોપો પડી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે પરિવારના અન્ય લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત