Team Chabuk-Gujarat Desk: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાઈ ગયો છે. બિહાર પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માગતાં ક્રાઈમ બ્રાન્ચે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે. આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
બિહાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારી વ્યક્તિની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી. તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતાં બિહાર પોલીસે સુરત પોલીસને જાણ કરી મદદ માગી હતી.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરાતાં ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે અંકિત મિશ્રાને આજરોજ લસકાણાથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપ્યો હતો. સુરતમાં રહી મજૂરીકામ કરતા મૂળ બિહારના અંકિત મિશ્રાએ 20 માર્ચના રોજ ઈન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત