Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લામાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની પત્નીને ખબર પડી જતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે મામલો તલાક સુધી પહોંચી ગયો અને પતિએ પત્નીને તલાક આપી દીધા છે.
ઘટનાની વિગતો જોઈએ તો મામલો મહેસાણા જિલ્લાના ખેરાલુનો છે. મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેના પતિએ ત્રણ વખત તલાક કહીને લગ્ન જીવન પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાના ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા. મહિલા કોન્સ્ટેબલનો આરોપ છે કે તેના લગ્ન પછી પણ તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. પતિને અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણકારી પત્નીને થઈ હતી.
પત્નીથી છુપાઈને પતિ આ યુવતી સાથે અવાર નવાર ફરવા પણ જતો હતો. આ દરમિયાન પત્નીને પતિની આ કરતૂતોની માહિતી મળી હતી. પતિના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની જાણકારી મહિલા કોન્સ્ટેબલને થઈ જતાં બન્ને વચ્ચે અવાર નવાર તકરારો થતી હતી. પત્નીએ યુવતી સાથેના સંબંધો પૂરા કરી નાખવા માટે પણ કહ્યું હતું. જેથી બન્ને વચ્ચે તકરાર વધી હતી. મહિલા કોન્સ્ટેબલે પતિને અન્ય યુવતી સાથે ફરવા જવાની ના પાડતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.
પતિએ આ રીતે ટ્રિપલ તલાક આપી દેતા મહિલા કોન્સ્ટેબલે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 32 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલે પતિ સામે ત્રાસ ગુજારી ટ્રિપલ તલાક આપી દીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે મહિલા કોન્સ્ટેબલનો પતિ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત