Homeગામનાં ચોરેવિશ્વનાં આટલા દેશોએ આ એક કામ કર્યું અને માસ્કથી મુક્તિ મળી ગઈ

વિશ્વનાં આટલા દેશોએ આ એક કામ કર્યું અને માસ્કથી મુક્તિ મળી ગઈ

Team Chabuk-International Desk: છેલ્લા દોઢ વર્ષથી અને હવે હમણાં બે વર્ષ થઈ જશે. મોઢામાં માસ્ક પહેરીને ઘુમી રહ્યા છે. ઘણાને હવે માસ્ક વિના માણસો પણ ઓળખતા નથી! જોક્સ અ પાર્ટ પણ એક શુભ સમાચાર મળી રહ્યા છે. સમાચાર છે કે કેટલાક દેશોએ તેમના નાગરિકોને માસ્ક વિના છૂટથી હરવા ફરવાની પરવાનગી આપી દીધી છે. ખબર નહીં ભારતમાં એવા રૂડા દિવસો ક્યારે આવશે?

કોરોના વાઈરસના ભયાનક પ્રકોપથી કેટલાક દેશના લોકોને રાહત મળી ગઈ છે. કેટલાક દેશોએ ખૂદને કોવિડ મુક્ત ઘોષિત કરી દીધાં છે. સાથે જ હવે જનતાને માસ્ક ન પહેરવાની અપીલ કરવામાં આવી છે. ભારતમાં આજે પણ કોરોના વાઈરસ પોતાની જડ મજબૂત કરી રહ્યું છે. ત્રીજી લહેર આવવાની અને તે ભયંકર હોવાની વાતો થઈ રહી છે, તેની વચ્ચે કેટલાક સુખી દેશોની સૂચિ પણ સામે આવી ગઈ છે. જેમના વડાઓએ જ તેમને માસ્ક ન પહેરવાની અપીલ કરી રહ્યાં છે. હવે એ સુખી દેશો કયા કયા છે તેના પર એક નજર નાખી લઈએ.

ઈઝરાયલ

દુનિયામાં સૌ પ્રથમ ઈઝરાયલે ખૂદને કોવિડ ફ્રી ઘોષિત કર્યો હતો. અહીં સરકારે ચહેરા પર માસ્ક પહેરવાના અનિવાર્ય નિયમને હટાવી દીધો છે. આ સાથે જ દેશ નાનો હોવાનો તેને ફાયદો એ મળ્યો છે કે 70 ટકા લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. ભારતના ડેલ્ટા વેરિયેન્ટના કેટલાક કેસે ત્યાં દેખા દીધાના સમાચાર હતા. જોકે તેની સામે પણ ઈઝરાયલે કડક કામગીરી કરી છે અને આજે માસ્ક મુક્તિ મળી ગઈ છે.

ભૂટાન

આ એવો દેશ છે જેણે વેક્સિનેશનની મદદથી કોરોના સામેનું યુદ્ધ જીતી લીધું છે. બે અઠવાડિયામાં 90 ટકાથી વધારે વસતિનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. અહીં મહામારીની શરૂઆતથી જ દેશમાં માત્ર એક મોત થયું હતું. ભૂટાન ચીન અને ભારત જેવા વસતિમાં મોટા અને કોરોનાની ઝપેટમાં આવી ચૂકેલા દેશની સરહદની લગોલગ આવેલ છે. પણ સમય પર તેણે કોરોનાના ચૂસ્ત નિયમોનું પાલન કરી પોતાની બોર્ડરને બંધ કરી દેતા એ મહામારીને જ મારવામાં સફળ થયું છે.

ન્યૂઝીલેન્ડ

જે દેશના વખાણ કરીએ એટલા ઓછા તેમાં ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય. આ રાષ્ટ્રના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નને માત્ર 26 મૃત્યુની પુષ્ટી કરી છે. જોકે સરકારની કાર્યવાહી અને નિર્ણયોનાં કારણે ન્યૂઝીલેન્ડ આજે માસ્ક ફ્રી દેશ બની ગયો છે. થોડાં સમય પહેલા ન્યૂઝીલેન્ડનાં શહેર ઓકલેન્ડમાં પણ એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાઉટ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના 50,000થી વધારે લોકો હાજર રહ્યા હતા.

ચીન

જ્યાંથી કોરોના ફેલાયો તે ચીન પોતાના દેશમાં પરફેક્ટ વેક્સિનેશનના કારણે માસ્ક ફ્રી દેશ બની ગયો છે. ચીનના વુહાનમાંથી આ વાઈરસ ફેલાયો હતો. દેશ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયો હતો. જોકે વર્તમાન સમયે તો તેણે ટુરિઝમને પણ ખોલી દીધું છે. ચીનમાં હવે મોટાભાગના થીમ પાર્ક, રેસ્ટોરન્ટ અને હોટલ પૂરી રીતે ખુલી ગયા છે.

અમેરિકા

જગત જમાદાર અમેરિકા ટ્ર્મ્પના શાસન દરમિયાન કોરોના સામે લડવામાં વામણું પૂરવાર થયું હતું. ન્યૂયોર્ક સહિતના રાજ્યોમાં ટપોટપ લોકો મોતને ભેટ્યા હતા. હવે અમેરિકામાં પણ જ્યાં સંપૂર્ણત: વેક્સિનેશન થઈ ગયું છે ત્યાં માસ્ક મુક્તિ જાહેર કરી દેવામાં આવી છે. સેન્ટ્ર્લ ફોર ડિજીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને એક મોટી ઘોષણા કરી છે. જે લોકો કોરોના વાઈરસની સામે લડવા વેક્સિન લગાવી ચૂક્યા છે તેમને હવે એકલા ચાલતા સમયે બહાર માસ્ક પહેરવાની જરૂર નથી.

વિશ્વના આ તમામ દેશો માસ્ક મુક્ત થયા તેની પાછળનું કારણ વેક્સિનેશન છે. જેટલી ઝડપથી વેક્સિનેશન થશે એટલી ઝડપથી માસ્કથી મુક્ત થઈશું. જોઈએ હવે બધા વેક્સિન લગાવે છે કે નહીં?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments