Homeગામનાં ચોરેજૈસલમેરમાં 200 વર્ષ જૂનું ભોંયરું મળ્યું, સીડીઓ પણ છે...

જૈસલમેરમાં 200 વર્ષ જૂનું ભોંયરું મળ્યું, સીડીઓ પણ છે…

Team Chabuk-National Desk: જૈસલમેરથી વીસ કિલોમીટર દૂર આવેલા બાસનપીર દક્ષિણ ગામમાં વૃક્ષારોપણ માટે ખોદવામાં આવી રહેલી જમીનની નીચે શનિવારે રાત્રે એક ભેદી ભોંયરુ હાથ લાગ્યું હતું. આ ભેદી ભોંયરાની ઝલક મેળવવા માટે લોકોની મેદની ઉમટી પડી હતી. આ ભોંયરાનો મોટો ભાગ હજુ પણ જમીનની નીચે દબાયેલો છે. કેટલાક ગ્રામીણો ખજાનો હોવાની લાલચે ખૂદને રોકી ન શકતા અંદર જઈ રહ્યા છે. જોકે સાપ હોવાના ભયના કારણે અંદર સુધી જઈ નથી શકતા. ગ્રામીણોનું કહેવું છે કે અહીં 200 વર્ષ પહેલા પાલીવાલોનું ગામ હતું. જેને તેઓ છોડીને ચાલ્યા ગયા હતા. બીજી બાજુ તંત્રએ હજુ સુધી અહીં સુરક્ષાનો કોઈ પ્રબંધ કર્યો નથી.

આ જમીનની નીચે કદાચ ખૂબ મોટું મકાન આવેલું છે. જેમાં સીડીઓ પણ છે. અંદર સાપ કે અન્ય કોઈ જીવજંતુ હોવાની આશંકાથી લોકો છેક અંદર સુધી નથી જઈ રહ્યા. લોકોને એવી આશા છે કે અહીં ખજાનો પણ હોય શકે છે. આ ગામડામાં રહેતી એક મહિલા કાન્તા દેવીએ કહ્યું હતું કે, પહેલા પણ ગામના લોકોએ અહીંથી સોનું કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કહે છે કે ખજાના પર સાપ હોય છે કાં આત્માઓ હોય છે, એટલે કોઈ હિંમત નથી કરતું. હવે અંદર જવાનું ભોંયરું દેખાતા લોકો વારંવાર અહીં આવી રહ્યા છે.

કહેવામાં આવે છે કે આજથી 200 વર્ષ પહેલા પાલીવાલ બ્રાહ્મણો 84 ગામમાં વસવાટ કરતા હતા. તેઓ અહીંના તત્કાલીન દિવાન સાલિમ સિંહના અત્યાચારોથી ત્રસ્ત થઈને એક જ રાતમાં પોતાના 84 ગામ છોડીને દૂર ચાલ્યા ગયા હતા. તેમની વિદાય બાદ ધીમે ધીમે તેઓ ક્યાં ક્યાં રહેતા હતા તેના પ્રમાણ મળવા લાગ્યા. જૈસલમેરનું જ ઉજ્જડ કુલધરા ગામ તેનું સૌથી મોટું પ્રમાણ છે. તેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે.

જૈસલમેરમાં પુરાતત્વની ઈમારતોનું સંરક્ષણ પુરાતત્વ વિભાગ અંતર્ગત થાય છે. જેના મુખ્ય કાર્યાલય અધિકારી જોધપુરમાં બેસે છે. જૈસલમેર વિભાગના અતિક્રમણ પ્રભારી મુકેશ મીણાનું કહેવું છે કે, અમે સંરક્ષિત ઈમારતોના સંરક્ષણનું કાર્ય કરીએ છીએ. સંરક્ષણ ઈમારત પર કોઈ અતિક્રમણ ન કરી લે અથવા તો તે તૂટી ન જાય તેનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે ભાસ્કરે તેમને બાસનપીરમાં મળેલા રહસ્યમય ભોંયરા વિશે જણાવ્યું તો તેમણે કહ્યું હતું કે, મંડલ સ્તરને જાણકારી આપી દેવામાં આવી છે. તેઓ જલ્દી જ ત્યાં પહોંચી કાર્ય આરંભશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments