Homeગુર્જર નગરીહવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડી શકે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડી શકે કમોસમી વરસાદ

Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગની આગાહીથી ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતનાં જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે, જૂનાગઢ, ગીર સોમનાથમાં કેટલાય ખેડૂતોનો કપાસનો પાક હજુ ઉભો છે. એવા સમયે જો વરસાદ વરસ્યો તો કપાસના પાકને ભારે નુકસાન થશે.

મહત્વનું છે કે, ગઈકાલે પણ રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે આકાશમાં વાદળો ઘેરાયા હતા ત્યારબાદ કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ દિલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. જો કે, આ વરસાદે શહેરીજનોને પ્રદૂષણમાંથી મુક્તિ અપાવી છે. મહત્વનું છે કે, ઝરમર વરસાદ અને હળવા વરસાદને કારણે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ સહિત નજીકના શહેરોના લોકોને પ્રદૂષણથી રાહત મળી છે. જો કે, નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર, 10 નવેમ્બર, 2023ના રોજ પણ AQI ગંભીર શ્રેણીમાં છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક પહેલાની જેમ શુક્રવારે ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યો હતો. શાદીપુરમાં 464, સોનિયા વિહારમાં 464, ITOમાં 464, AQI 462, આનંદ વિહારમાં 461, આરકે પુરમમાં 460, પંજાબી બાગમાં 460, ઓખલા ફેઝ IIમાં 436, દ્વારકા સેક્ટર 8માં 414, મુંડકા 406 નોંધાયો હતો. દિલ્હીના તમામ વિસ્તારોમાં AQI ક્રિટિકલ કેટેગરીમાં છે. દિલ્હી એનસીઆરમાં હવામાનમાં અચાનક ફેરફાર અને હળવા વરસાદને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં હાલમાં કોઈ ફેરફારના કોઈ સંકેત નથી. તે અગાઉના દિવસોની જેમ જ સ્થિતિમાં રહે છે.

Rain (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments