Team Chabuk-Gujarat Desk: દિવાળીના તહેવારમાં રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી છે. અમદાવાદ-બગોદરા હાઈવે પર અક્માતમાં બે લોકોના કરુણ મોત બાદ દાહોદમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર જતા પતિ-પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે પુત્રી ઈજાગ્રસ્ત થઈ છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દાહોદના ગરબાડા તાતુલાકના જેસાવાડા નજીક પવાભાઈ પરમાર નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન જેસાવાડા નજીક કાળિયા ડુંગરી વળાંક પાસે પીકઅપ વાહને બાઈકને ટક્કર મારી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પરિવાર હવામાં ફંગોળાઈને પછડાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્ની અને 10 વર્ષના પુત્રનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
દુર્ઘટનામાં આખા પરિવારનો માળો વિંખાઈ ગયો હતો. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બીજી તરફ દુર્ઘટના અંગે જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા