Homeગામનાં ચોરેવિશ્વના સૌથી ધનિક એલન મસ્કે ટ્વિટરને ખરીદી લીધું, 3368 અબજ રૂપિયામાં થઈ...

વિશ્વના સૌથી ધનિક એલન મસ્કે ટ્વિટરને ખરીદી લીધું, 3368 અબજ રૂપિયામાં થઈ ડીલ

Team Chabuk-International Desk: વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યકિત એવા એલન મસ્કે (Elon Musk) ટ્વિટરને (twitter) ખરીદી લીધી છે. ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક હવે ટ્વિટરના પણ માલિક બની ગયા છે. એલન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. એલન મસ્કને ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર એટલે કે 4148 રૂપિયા ચુકવવા પડશે. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી હતી.

ટ્વિટર સાથેની ડીલ જાહેર થાય એ પહેલાં જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો. મસ્કે લખ્યું હતું કે, આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટ્વિટર પર રહેશે. આ જ ફ્રી સ્પીચનો ખરો અર્થ છે.

ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44  અબજ રૂપિયાની ઓફર આપી હતી. તેને લઈને ટ્વિટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ નક્કી થઈ ગઈ છે.

ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ (Poison Pill Strategy) અપનાવી હતી. જોકે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વિટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, તેના પછી જ ટ્વિટરના વલણમાં બદલાવ આવ્યો.

coop ahmedabad

એલન મસ્ક હંમેશાં કહેતા આવ્યા છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પીચના હિમાયતી છે. ટ્વિટરને ખરીદવાના નિર્ણય પાછળ પણ તેમણે આ જ કારણ દર્શાવ્યું હતું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રીડમ ઓફ સ્પીચ જોખમમાં છે અને તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે એ જળવાઈ રહે. જોકે ફ્રી-સ્પીચ એક્સપર્ટ્સના અનુસાર મસ્કનું આ નિવેદન તેમના આચરણથી બિલકુલ અલગ છે. તેઓ લાંબા સમયથી પોતાના ટીકાકારોને ધમકાવતા આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments