Homeદે ઘુમા કેમુંબઈ ઈન્ડિયન્સે યૂપી વોરિયર્સને 72 રને હરાવ્યું, મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમાં બનાવી...

મુંબઈ ઈન્ડિયન્સે યૂપી વોરિયર્સને 72 રને હરાવ્યું, મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમાં બનાવી જગ્યા

Team Chabuk-Sports Desk: મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યૂપી વોરિયર્સ સામે મોટી જીત મેળવી છે. મુંબઈએ આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો જ ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. મુંબઈ બીજા ક્રમે હતું. યૂપીએ ત્રીજું સ્થાન મેળવીને એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે આગળ વધી શક્યું ન હતું.

નતાલી સાયવર બ્રન્ટના અણનમ 72 રન અને ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર વિજય મેળવ્યો હતો. ઇસી વોંગે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી. તેણે કિરણ નવગીરે, સિમરન શેખ અને સોફી એક્લેસ્ટોનને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.

કિરણ નવગીરે યૂપી માટે એકલા હાથે લડી હતી. તેણે 27 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેને બીજા છેડેથી કોઈનો સાથ મળ્યો ન હતો. દીપ્તિ શર્મા 16, ગ્રેસ હેરિસ 14 અને એલિસા હિલી 11 રન બનાવીને આઉટ થયા હતા. યૂપીના 11 બેટ્સમેનમાંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. મુંબઈ તરફથી ઈસી વોંગ ઉપરાંત સાયકા ઈશાકે બે વિકેટ ઝડપી હતી. નતાલી સીવર, હેલી મેથ્યુસ અને જય કાલિતાએ એક-એક સફળતા મેળવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments