Team Chabuk-Gujarat Desk: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી સાંજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ એક સાથે રાજ્યની તમામ મોટી જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. જેમાં અમદાવાદ મધ્યસ્થ જેલ, સુરતની લાજપોર જેલ, જામનગર અને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં તપાસ હાથ ધરાઈ હતી.
રાજય પોલીસ દ્વારા રાજ્યની તમામ કુલ-૧૭ જેલમાં (જીલ્લા જેલ, સબ જેલ ખાસ જેલ,) કુલ 1 હજાર 700 પોલીસ અધિકારી અને કર્મચારીના કાફલા સાથે તમામ જેલોમાં સધન તપાસ હાથ ધરાઈ. જેલમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્યમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું.
સુરતની લાજપોર જેલમાં શહેર પોલીસના દરોડા, ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે મોનિટરિંગ, મોટી સંખ્યામાં બોડીવોર્ન કેમેરા સાથે પોલીસકર્મીઓ હાજર. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ સહિત વિવિધ રાજયોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આંતકવાદીઓ, હત્યા, લૂંટ, ખંડણી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ખૂંખાર ગુનેગારો બંધ છે.
જામનગર મધ્યસ્થ જેલમાં પણ પોલીસે દરોડા પાડ્યા. પોલીસનો મોટો કાફલો મધ્યસ્થ જેલામાં પહોંચ્યો અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું. DCB , SOG સહિતની બ્રાન્ચે તપાસ હાથ ધરી. મહિલા પોલીસ સહિતનો કાફલો ખડેપગે રહ્યો. તપાસમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ત્રિનેત્ર રૂમમાંથી સીધુ જ મોનિટરિંગ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો