શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં સરકારી ખરાબા અને ગોચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃત્તિ જવાબદાર ખાણ ખનીજ વિભાગની જ મીઠી નજર તળે ચાલી રહ્યાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ગીર સોમનાથના એ.એસ.પી ઓમપ્રકાશ જાટે રાત્રિના દરોડા પાડી સરકારી જમીનમાંથી ખનીજ ચોરી સાથે રોયલ્ટીના દૂર ઉપયોગના રેકેટનો પર્દાફાશ કરતાં ખનીજ માફિયાઓ સહિત ભ્રષ્ટ ખાણ ખનીજ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ખનીજ ચોરી રેકેટના પર્દાફાશ અંગે એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે મીડિયાને માહિતી આપતા જણાવેલ કે, ચોક્કસ બાતમીના આધારે આધારે સુત્રાપાડાના આનંદપુર ગામ નજીક લાઇમ સ્ટોન ભરેલ ટ્રકને ઝડપી પડેલ જેના ડ્રાઇવરની આગવી ઢબે પૂછપરછ કરતા ખનીજ ચોરીના ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સુત્રાપાડાના આનંદપુર ગામની સરકારી ગોચરની જમીનમાંથી ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદરના રમેશ છાત્રોડીયા દ્વારા આણંદપરાના પરેશ નારણ સોલંકીના જે.સી.બી. મશીન દ્વારા ખોદાકામ કરી, ગેરકાયદે ખનીજ ખનન કરી ઘંટીયા ચોકડી પર આવેલ શિવ-વે બ્રિજ ખાતે વજનકાંટો કરાવી, જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી, અલગ અલગ વાહનો મારફતે જાફરાબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ લી. કંપનીમાં મોકલી સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન સાથે ખનીજ ચોરીનું સુઆયોજિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
હાલ પોલીસે ગેરકાયદે લાઇમ સ્ટોન ભરેલ ટ્રક ટાટા ૩૭૧૮ હેવી ડમ્ફર રજી.નં જીજે-૩૨-ટી-૪૭૯૫ને સીઝ કરી ખાણ ખનીજ વિભાગને હવાલે કરેલ છે. તેમજ જામનગરના જામજોધપુર ગામના લીઝ હોલ્ડર પ્રકાશ જેઠાલાલ ઠાકોર માલકવાડાના નામની રોયલ્ટી પાસના ગેરકાયદેસર ઉપયોગ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ગેરકાયદે ખનીજ ખનન વહન અંગે ભુસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
