Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વંથલીના કણજા અને ખોખરડા ગામ વચ્ચે મિનિ ટ્રેક્ટર પુલ પરથી નીચે પટકાયું. જેમાં એક વ્યક્તિનું મોત થયું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલીના કણજા અને ખોખરડા ફાટક વચ્ચે પોતાના ખેતરેથી આવતી વખતે એક જ પરિવારના બે સભ્યોને અકસ્માત નડ્યો હતો. બંને મિનિ ટેકટર પર સવાર હતા તે સમયે ડ્રાઈવરે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પુલ પરથી નીચે પટકાયું હતું.
આ દુર્ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. દુર્ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ની ટીમને જાણ કરી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ મોકલ્યો હતો.

અકસ્માતમાં ખોખરડા ગામના 22 વર્ષીય નવનીત કાનગડ નામના યુવાનનું મોત થયું છે. જેના પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો યુવકની અણધારી વિદાયથી મિત્ર વર્તુળમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત ખોખરડાના જ 17 વર્ષીય હિરેન કાનગડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલ તે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
