HomeસિનેમાવાદAkanksha dubey: અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત મામલે જાણીતા સિંગરની ધરપકડ

Akanksha dubey: અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત મામલે જાણીતા સિંગરની ધરપકડ

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના (akanksha dubey) મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ફરાર ચાલી રહેલા ભોજપુરી ગાયક સમર સિંહની (samar singh) પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે સમર સિંહની ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી આકાંક્ષા દુબેની માતાએ પોતાની દીકરીના મોતના મામલે સમર સિંહ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત સમર સિંહ પર અન્ય પણ કેટલાક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત બાદ સિંગર સમર સિંહ ફરાર થઈ ગયો હતો. આકાંક્ષા દુબેની માતાએ સમર સિંહ પર આકાંક્ષાને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. 26 માર્ચે વારાણસાની એક હોટલમાં આકાંક્ષા દુબે મૃત હાલતમાં મળી આવી હતી. આકાંક્ષાનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો. મહત્વનું છે કે આકાંક્ષા ભોજપુરી સિંગર સમર સિંહ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે.

વારાણસી ક્રાઈમ બ્રાંચે સમર સિંહની ધરપકડ કરી લીધી છે અને હવે તેને કોર્ટમાં રજુ કરી ટ્રાન્ઝીટ રિમાન્ડ પર વારાણસી લાવવાની તૈયારી શરૂ કરી છે. સમર સિંહ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શન સ્થિત ચાર્મ્સ ક્રિસ્ટલ સોસાયટીમાં સંતાયો હતો. પોલીસને ચકમો આપવા તે ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી અને ઉત્તરાખંડમાં જગ્યાઓ બદલતો રહેતો હતો. પરંતુ અંતે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

whatsapp

આકાંક્ષા દુબેની માતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સમર સિંહને ફાંસીની સજા આપવાની પણ માંગ કરી છે. મહત્વનું છે કે, આકાંક્ષા દુબે અને સિંગર સમર સિંહ લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જેથી આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હશે અને આત્મહત્યા કરી લીધી હશે. પોલીસ અધિકારી સંતોષ સિંહના જણાવ્યા પ્રમાણે આકાંક્ષાના મોતના એક દિવસ પહેલા તે સમર સિંહ સાથે પાર્ટીમાં ગઈ હતી. 25 માર્ચે જ્યારે તે જન્મદિવસની પાર્ટીમાં જવા નીકળી ત્યારે તે ખુશ દેખાતી હતી. પરંતુ એવું તે અચાનક શું થયું તે આકાંક્ષાએ બીજા દિવસે જ મોતને વ્હાલું કરી લીધું ? ત્યારે આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments