Homeગુર્જર નગરીઅમદાવાદ: લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ પર કાચમાં પડી તિરાડ, લોકાર્પણના...

અમદાવાદ: લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ પર કાચમાં પડી તિરાડ, લોકાર્પણના 7 મહિનામાં જ તૂટ્યો કાચ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં જ બનેલા અટલ બ્રિજ પર લગાવેલા એક કાચમાં તિરાડ પડી જતા અનેક સવાલો ઉઠ્યા છે.

આ કાચ પર એક સાથે મોટી સંખ્યા લોકો ઉભા રાખી શકે તેવી ક્ષમતા કહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્રિજ લોકાપર્ણ થયાના 7 મહિનામાં જ કાચ તૂટ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ ઉપરના આ કાચને કોર્ડન કર્યો છે.

મહત્વનું છે કે, અટલ બ્રિજ ઉપર ઉપર ટોટલ 8 ગ્લાસ લગાવાયા છે. સાત મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. અચાનક કાચમાં તિરાડ પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. જો કાચ તૂટે તો સહેલાણીઓ સીધા નદીમાં ખાબકે અને મોટી દુર્ઘટના બની શકે.

બ્રિજ પર લગાવેલા કાંચમાંથી સહેલાણીઓ નદીનું પાણી જોઈ શકે છે. આ પ્રકારના કાચ ફૂટ ઓવર બ્રિજ ઉપર લગાવાયા છે.સાબરમતી નદી અને રિવરફ્રન્ટના નયનરમ્ય નજારાના કારણે શહેરીજનો માટે પ્રથમ દિવસથી ફૂટ ઓવરબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments