Team Chabuk-Sports Desk: 25 નવેમ્બરથી શરુ થઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ ટેસ્ટમાં વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેના હાથમાં કેપ્ટનની બાગડોર આવી છે. બીજી ટેસ્ટમાં વિરાટ મેદાન પર વાપસી કરશે અને કેપ્ટન તરીકેની જવાબદારી ફરી સંભાળશે. કેપ્ટનશિપ સિવાય ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 16 સભ્યોની આ ટીમમાં વિકેટકિપર બેટ્સમેન કે.એસ ભરતનો પણ સમાવેશ થાય છે.
પ્રથમ ટેસ્ટમાં વિરાટ અને રોહિત શર્મા ન હોવાના કારણે ચેતેશ્વર પુજારાને ટીમમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે એ વાત હજુ સ્પષ્ટ નથી થઈ કે જ્યારે બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી પરત ફરશે ત્યારે ચેતેશ્વર પુજારા વાઈસ કેપ્ટન તરીકે યથાવત્ રહેશે કે આ ભૂમિકા ફરી અજિંક્ય રહાણેને સંભાળવાની રહેશે?
ન્યૂઝીલેન્ડ સામે T20 સીરીઝ બાદ ટેસ્ટ ટીમમાંથી પણ કેટલાય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, ઋષભ પંત જેવા મોટા નામ છે. આ સિવાય મિડલ ઓર્ડરમાં બેટ્સમેન હનુમા વિહારીને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં જગ્યા મળી નથી.
વિકેટકિપર તરીકે ઋદ્ધિમાન સહા પોતાની જગ્યા પર સ્થાયી છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ અને ઉમેશ યાદવના હાથમાં રહેશે. આ ત્રણે ફાસ્ટ બોલર્સ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. તેને ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ચોથી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ભારતની ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), કે.એલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સહા, કે.એસ ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયન્ત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત