Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં એક અજાણ્યે દુર્ઘટના બની છે. મહેસાણામાં રહેતા પીએસઆઈની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી હતી અને આ ગોળી પત્નીને વાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. પીએસઆઈની રિવોલ્વરમાંથી છૂટેલી આ ગોળી પત્નીના પગના ભાગે વાગી હતી. ગોળી વાગવાથી ગંભીર ઈજા પહોંચતાં પીએસઆઈના પત્નીને તુરંત મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળેલી વિગતો પ્રમાણે, મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પાસે રહેતા પીએસઆઇ જે. એલ બોરીચાના પત્નીને ગોળી વાઘતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે આ ઘટના ગઇકાલે બની હતી. ગઈકાલે પીએસઆઇ જે.એલ બોરીચા તેમની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. ત્યારે રિવોલ્વર સર્વિસ કર્યા બાદ પોતાના પાઉચમાં મૂકવા જતા બંદુકમાંથી એકાએક ગોળી છૂટી ગઈ હતી.
બંદુકમાંથી છૂટેલી આગોળી દીવાલને અથડાઈને પીએસઆઈના પત્ની વૈશાલી બોરીચાના પગમાં વાગી હતી. ગોળી વાગતા પીએસઆઈના પત્ની ગંભી રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તુરંત મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત