Homeગામનાં ચોરેનર્સિંગની વિદ્યાર્થિને નશાયુક્ત ભોજન ખવડાવીને દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતાર્યો, સાથે અભ્યાસ કરતાં...

નર્સિંગની વિદ્યાર્થિને નશાયુક્ત ભોજન ખવડાવીને દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતાર્યો, સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર આરોપ

Team Chabuk-National Desk: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મનો આરોપી પણ નર્સિંગનો જ વિદ્યાર્થી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે નર્સિંગના વિદ્યાર્થીએ પહેલાં વિદ્યાર્થિનીને નશીલા પદાર્થયુક્ત ખાવાનું ખવડાવ્યું અને પછી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. સાથે જ આ વિદ્યાર્થીએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો. આ વીડિયો મારફતે તે વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો.

મધ્ય પ્રદેશના ભોપાલના નિશાતપુરા વિસ્તારમાં એક 26 વર્ષીય નર્સિંગની વિદ્યાર્થિનીને નશાયુક્ત પદાર્થ ભેળવીને ખાવાનું ખવડાવ્યું અને પછી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પણ નર્સિંગનો જ વિદ્યાર્થી છે. તેણે વિદ્યાર્થિની સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરીને છેલ્લા ઘણા દિવસથી તેને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. આ ઘટના 14 ઓગસ્ટની છે જ્યારે આરોપીએ ગોવિંદ અહિરવારે પીડિતાને કોલેજ સુધી મૂકવા માટે કહ્યું હતું. પીડિતા અને આરોપી એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીને કોલેજ સુધી મૂકવા જતી વખતે એક ભોજનાલય પાસે આરોપીએ પોતાની કાર ઉભી રાખી હતી અને ખાવાની વસ્તુઓ ખરીદી હતી. જેમાં નશાયુક્ત પદાર્થ મિક્સ કરીને વિદ્યાર્થિનીને ખવડાવ્યું હતું અને આ ભોજન આરોગતાં જ વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી.

વિદ્યાર્થિની બેભાન થઈ ગયા બાદ આરોપ તેને પોતાના નિશાતપુરા વિસ્તારમાં આવેલા ભાડાના ઘરમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો વીડિયો પણ ઉતાર્યો. ત્યારબાદ આરોપીએ વિદ્યાર્થિનીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ પણ કરવા લાગ્યો. આખરે આ યુવકથી કંટાળીને પીડિતા અલીરાજપુર જિલ્લામાં રહેતા પોતાના માતા-પિતા પાસે ગઈ અને સમગ્ર હકીકત જણાવી.

આ મામલે અલીરાજપુર પોલીસે દુષ્કર્મનો કેસ દાખલ કરીને કેસની તપાસ ભોપાલના નિશાતપુરા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી દીધી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે કહ્યું હતું કે, મંગળવારે આરોપીના ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. પોલીસે અન્ય શંકાસ્પદ જગ્યાઓએ પણ તપાસ કરી છે. પીડિતાએ એમ પણ જણાવ્યું છે કે આરોપી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. હાલ પોલીસ આ ફરાર આરોપીને શોધવા માટે વિવિધ સ્થળે તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments