Homeદે ઘુમા કેમિતાલી 10 હજાર રન ફટકારનારી દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની, પહેલાં નંબરે...

મિતાલી 10 હજાર રન ફટકારનારી દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની, પહેલાં નંબરે પહોંચવામાં હવે માત્ર આટલા રનની જરૂર

Team Chabuk- Sports Desk: ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ઈતિહાસ રચી દીધો છે. મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. આમ, મિતાલી પહેલી ભારતીય અને વિશ્વની બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે જેણે 10 હજાર રન પૂરા કર્યા હોય. મિતાલીએ સાઉથ આફ્રિકા સામેની પાંચ વન ડે મેચની ત્રીજી મેચમાં આ સિદ્ધી મેળવી હતી. આ મેચમાં મિતાલી વધુ રન બનાવી શકી નથી. તે માત્ર 36 રન પર આઉટ થઈ ગઈ હતી. 35 રન બનાવતાની સાથે જ તેણે 10 હજાર રન પૂરા કરી લીધા હતા.

10 હજાર રન પૂરા કરનારી પહેલી મહિલા ક્રિટેટર ઈંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્ છે. મિતાલીને ચાર્લેટનો રેકોર્ડ તોડવા માટે હવે માત્ર 299 રનની જરૂર છે. જો મિતાલી વધુ 299 રન ફટકારી દેશે તો તે દુનિયાની સૌથી વધુ રન બનાવનારી મહિલા ક્રિકેટર બની જશે.

મિતાલીની કારકિર્દી વિશે વાત કરવામાં આવે તો તેણે સૌથી વધુ રન વન-ડે ફોર્મેટમાં બનાવ્યા છે. વન-ડેમાં મિતાલીના નામે 6 હજાર 974 રન છે. એટલે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 7 હજાર રન બનાવનારી પહેલી ક્રિકેટર બનવાથી તે માત્ર 36 રન દૂર છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝની બાકીની મેચમાં આ સિદ્ધિ પણ તેના નામે નોંધી શકે છે. આ ઉપરાંત ટી-20માં મિતાલી રાજે કુલ 2 હજાર 3634 રન અને ટેસ્ટ મેચમાં 663 રન બનાવ્યા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ ટ્વીટ કરીને મિતાલીને શુભેચ્છા આપી હતી. BCCIએ લખ્યું છે કે, શું શાનદાર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનારી પહેલી ભારતીય બેટ્સવુમન છે. શુભેચ્છા મિતાલી.

મિતાલી પહેલાં ચાર્લેટ એડવર્ડ્સે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 309 મેચમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. ચર્લેટના નામે કુલ 10 હજાર 273 રન છે.

દક્ષિણ આફ્રિકા સામે આ મિતાલીની 311મી આંતરરાષ્ટ્રીય મેચ છે. ભારત તરફથી 1999માં મિતાલીએ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું. મિતાલીએ અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચમાં 51.00ની એવરેજથી 663 રન બનાવ્યા છે. કુલ 212 વન ડે મેચમાં 50.53ની એવરેજથી 6 હજાર 974 અને આંતરરાષ્ટ્રીય ટી-20માં 89 મેચમાં 37.52ની એવરેજથી 2 હજાર 364 રન બનાવ્યા છે.
મિતાલીએ પોતાની કારકિર્દીમાં રેકોર્ડ 75 અર્ધશતક અને આઠ શતક ફટકાર્યા છે. જેમાંથી 54 અર્ધશતક અને સાત અર્ધશતક વન-ડે ફોર્મેટના છે. ટેસ્ટ મેચમાં મિતાલીએ એક બેવડી સદી ફટકારી છે. વર્ષ 2002માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે 214 રન બનાવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments