Team Chabuk-Gujarat Desk: સોશ્યલ મીડિયાના પ્રબળ પ્રભાવમાં જીવી રહેલા સમગ્ર વિશ્વમાં લોકોનું પરસ્પરનું પ્રત્યક્ષ જોડાણ ઘટી રહ્યું છે. એવા સમયે વડોદરામાં રહેતા બે યુવાનોએ સ્ટાર્ટઅપ થકી એક એપ્લિકેશન બનાવી છે અને તેમાં થકી લોકોને ચાના સુસ્ટા સાથે પરસ્પર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોસીપ નામની આ એપ સાથે ચા પીવાની દૂકાનોને પણ મોડર્ન બનાવવામાં આવી રહી છે.
મૂળ જમશેદપુરના ૨૫ વર્ષીય શ્યામ સુંદર અને બીરભૂમ (પશ્ચિમ બંગાળ)ના શુભ્રા સાહાએ મ. સ. યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે. તેઓ છએક વર્ષથી વડોદરામાં રહે છે. લોકડાઉન દરમિયાન તેઓ પોતાના ઘરે જઇ શક્યા નહીં અને એ સમયગાળો બન્નને વડોદરામાં પસાર કરવો પડ્યો હતો.
ઉપરાંત, લોકડાઉન દરમિયાન લોકોની આરોગ્યલક્ષી સંસાધનોની જરૂરિયાતોની સમજ તેમને આવી. વળી, લોકડાઉનને લોકોએ ભેગા બેસીને ગોષ્ઠિ કરવાનું ઓછું કરાવી નાખ્યું છે. આ વાતે આ બન્ને યુવાનોને સ્માર્ટ ચાઇ(ચા) સ્ટેશન બનાવી તેને એપના માધ્યમથી જોડવાનો વિચાર આપ્યો.
પોતે બન્ને કોમ્યુનિકેશન ડિઝાઇનર હોવાના નાતે વેબ ડિઝાઇન કરતા હોવાથી એપ્લિકેશન બનાવવા માટેની તકનિકી જ્ઞાન ધરાવતા અનેક મિત્રો તેમના પરિચયમાં હતા. આવા મિત્રો પાસે એપ બનાવી અને તેને નામ આપ્યું ગોસિપ ! સોશ્યલ મીડિયાને લગતી અનેક એપ હાલમાં છે, પણ ગોસિપ એપ લોકેશન બેઝ્ડ છે. એ તેની વિશેષ ખૂબી છે.
ધારો કે, તમે ફેસબૂકનો ઉપયોગ કરતા હો તો તમને એવા જ લોકોની પોસ્ટ-ફિડ જોવા મળશે, જેમને તમે ફોલો કરતા હો. તમારી આસપાસ શું થઇ રહ્યું છે એ બાબતનો ખ્યાલ ના હોઇ એવું સામાન્ય રીતે આવી એપના ઉપયોગ દરમિયાન થાય છે. તમારા વિસ્તારમાં રહેતા લોકોથી તમે અલિપ્ત થઇ ગયા હો અને કોઇ સાવ અજાણ્યા લોકોના વિચારો, પ્રવૃત્તિ વિશે જાણી લો છો. પણ, ગોસિપ એપમાં લોકેશન બેઝ્ડ ફિડ હોવાથી તમે કોઇને ફોલો કરતા હો કે ના કરતા હો, તમારા વિસ્તારના આસપાસના લોકોની ફીડ પણ જોવાજાણવા મળી શકે છે.
વળી, આ એપમાં સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોબ સર્ચ માટે પણ આ એપ ઉપયોગી છે. લોકેશન બેઝ્ડ સર્વિસીસ હોવાથી નોકરીદાતા અને નોકરીવાંચ્છુઓ વચ્ચે આ એપ સેતુરૂપ ભૂમિકા અદા કરે છે. એવી રીતે માઇક્રોફાયનાન્સ, ટુરિઝમ સર્વિસીસની સેવાઓ ઉપલબ્ધ લોકેશનના આધારે મળી શકે એવું આયોજન છે. આ ઉપરાંત એપને સમાચારોની ફિડ મળી રહે મળી રહે તે માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસના ઉપયોગથી એક ફિસર્ચ રાખવામાં આવ્યું છે.

સ્માર્ટ ચાઇ સ્ટેશન બનાવી તેનો વ્યાપ વધારવા માટે આયોજન ચાલી રહ્યું છે. પ્લાનિંગ એવું છે કે, એક યુઝર્સ બીજા સાથે કોઇ વિષયવસ્તુ ઉપર ચર્ચા કરવા ઇચ્છતા હોઇ તો તે પોતાની ઉપસ્થિતિ એપના માધ્યમથી નોંધાવી સ્માર્ટ ચાઇ સ્ટેશન ઉપર ભેગા મળી ગોષ્ઠિ કરી શકશે. જેનો હેતું લોકોને પ્રત્યક્ષ એકઠા કરવાનો છે. આ ઉપરાંત લોકેશન બેઝ્ડ ચેટરૂમ છે. આ ચેટરૂમ આપત્તિના સમયે કામ લાગે એવો છે. જેમકે, વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં કોઇને ઓક્સીજનના સિલિન્ડરની જરૂર હોઇ ત્યારે ચેટરૂમમાં એવા લોકો પાસે મદદ માંગી શકાય જે ફતેહગંજ વિસ્તારના હોય ! ગોસિપ એપ બહુ જ યુઝર્સ ફ્રેન્ડલી છે.
શ્યામ સુંદર અને શુભ્રા સાહાએ વર્ષ ૨૦૨૦માં પ્યુપીલ ટેક નામકની કંપની બનાવી છે. આ કંપની દ્વારા ગોસિપ એપ ઓપરેટ થાય છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ હેઠળ બન્નેને રૂ. એક લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે. તદ્દઉપરાંત, આ બન્ને યુવાન ઉદ્યમીએ રૂ. ૧૫ લાખનું રોકાણ તેમાં કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત