Homeગામનાં ચોરેવિકાસ બન્યો ઉસૈન બોલ્ટ : મોદી સરકારે 25 કિલોમીટર લાંબો રોડ 18...

વિકાસ બન્યો ઉસૈન બોલ્ટ : મોદી સરકારે 25 કિલોમીટર લાંબો રોડ 18 કલાકમાં તૈયાર કરી રેકોર્ડ બનાવી દીધો

Team Chabuk-National Desk : મોદી સરકાર હવે વિકાસના કામોમાં પણ નીતનવા કિર્તીમાન રચી રહી છે. જનતાનું ધ્યાન આકર્ષતું વધું એક કામ મોદી સરકારે કર્યું છે અને આ કામ છે 18 કલાકની સમય મર્યાદામાં રોડનું નિર્માણ કરી નાખવું.

હાલ દેશમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખોદાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ખાડા દેખાય. આ વાતની સરકારને પણ ખબર છે કે જ્યાં ત્યાં બ્રિજ અને રોડ બનતા હોવાથી જનતાને વાહનો ચલાવવામાં કેટલી અગવડતા પડતી હોય છે. ઉપરથી ઝડપના જમાનામાં મંથર ગતિએ ચાલતું કામ, જ્યાં એક કલાકમાં પહોંચાતું હોય ત્યાં પહોંચવામાં અઢી કલાક ખર્ચાય જાય છે. પણ હવે જે થયું એ રોજ રોજ થાય તો કેવું સારું ?

કેન્દ્ર સરકારે હાલમાં જ એક સડક નિર્માણને લઈને નવો કિર્તીમાન રચી દીધો છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે માત્ર 18 કલાકની અંદર અંદર 25.24 કિલોમીટરની સિંગલ લેનનું નિર્માણ કરી લિમ્બકા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધવી દીધું છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જનતાને આ વાતની ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ચાર લાઈનોની રાજમાર્ગ માત્ર 18 કલાકમાં તૈયાર.

આ રસ્તાની લંબાઈ 25.54 કિલોમીટર જણાવવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટમાં સોલાપુર-વિજાપુર પર આવેલ 4-લેન કાર્યના અંતર્ગત 25.54 કિલોમીટરના સિંગલ લેનનું નિર્માણ કર્યું છે. અને આ કાર્ય 18 કલાકની અંદર અંદર પૂર્ણ કરી નાખ્યું છે. જેથી તેને લિમ્બકા  બુકમાં સ્થાન મળ્યું છે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આગળ લખ્યું કે, આ કાર્યમાં 500 કર્મચારીઓએ મહેનત કરી છે. હું એ કર્મચારીઓ સહિત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પરિયોજનાના નિર્દેશક, અધિકારી અને કંપનીના પ્રતિનિધિ સાથે જ પરિયોજનાના અધિકારીઓને અભિનંદન પાઠવું છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, વર્તમાનમાં સોલાપુર-વિજાપુર રાજમાર્ગના 110 કિલોમીટરનું કામ પ્રગતિ પર છે. ઓક્ટોબર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments