Homeદે ઘુમા કેમોહમ્મદ શમીની કારકિર્દી ખતરામાં! ટીમ મેનેજમેન્ટ સ્ફુર્તિલા અને ઓલરાઉન્ડર ખેલાડીઓને રમાડવાનું વિચારી...

મોહમ્મદ શમીની કારકિર્દી ખતરામાં! ટીમ મેનેજમેન્ટ સ્ફુર્તિલા અને ઓલરાઉન્ડર ખેલાડીઓને રમાડવાનું વિચારી રહ્યું છે

Team Chabuk-Sports Desk: ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ટી ટ્વેન્ટી વિશ્વકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. ગત વિશ્વકપની ભૂલમાંથી બીસીસીઆઈ બોધપાઠ લઈ ચૂક્યું છે અને આ વખતે પ્રદર્શનના આધારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. કયા ખેલાડીઓ ભારતીય ટીમમાં હશે તેનો નિર્ણય આઈપીએલ 2022થી થઈ જશે. આવનારા બે મહિનામાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ભવિષ્યનો પણ નિર્ણય આવી જશે. ગત વર્ષે વિશ્વકપમાં ભારતીય ટીમના પરાજય બાદ શમીને કોઈ પણ મર્યાદિત ઓવરની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં નથી આવ્યો.

વેસ્ટ ઈન્ડિઝ સામે ઘર આંગણે યોજાયેલી શ્રેણીમાં શમીને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકા સામેની શ્રેણીમાં તેને ટીમમાં લેવામાં ન આવ્યો. ગત ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ શમીએ પાંચ ટેસ્ટ મેચ રમ્યા છે. બીસીસીઆઈના સૂત્રોએ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે દરેક બોલરને દરેક ફોર્મેટમાં રમાડી ન શકાય. ફક્ત જસપ્રીત બુમરાહ જ એવો બોલર છે જે દરેક ફોર્મેટમાં ફિટ બેસે છે. ટીમ મેનેજમેન્ટે આ વાત સ્પષ્ટ કરી દીધી છે અને શમીને પણ કહી દીધી છે. હાલમાં જ વિકેટકીપર ઋદ્ધિમાન સહાને તેની ટેસ્ટ કારકિર્દીનું ભવિષ્ય બતાવી દેવામાં આવ્યું. એવામાં મોહમ્મદ શમીની સાથે પણ સીધી વાત કરી હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પોતાની નવ વર્ષની કારકિર્દીમાં શમીએ 17 ટી ટ્વેન્ટી મેચ રમ્યા છે. જેમાં તેનો ઈકોનોમી રેટ 9.54નો છે. જોકે વ્હાઈટ બોલ ક્રિકેટમાં શમીનું વનડે કરિયર ટી ટ્વેન્ટીના મુકાબલે શ્રેષ્ઠ છે. વનડેમાં તેણે 79 મેચમાં 148 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી 5.62ની છે. શમીના ક્ષેત્ર રક્ષણને લઈને પણ વારંવાર સવાલો ઉઠતા આવ્યા છે. કેટલીય વખત એ પ્રકારની ચર્ચાઓ મેદાનમાં થઈ છે કે એ મેદાન પર એટલા સ્પીડમાં નથી ભાગતા જેટલું ખેલાડીએ ભાગવું જોઈએ. ટીમ મેનેજમેન્ટ સ્ફુર્તિલા ખેલાડીઓની ટીમ વિશ્વકપમાં ઉતારવા ઈચ્છે છે.

હાલ ટીમની પાસે બુમરાહ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાઝ અને આવેશ ખાન જેવા ફાસ્ટ બોલર છે. જે ટી ટ્વેન્ટીમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. શાર્દુલ અને દીપક બેટીંગમાં પણ ઉત્તમ છે. શમી બેટીંગ નથી કરી શકતો. એવામાં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમનારો શમી કોઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન નથી કરી શકતો તો વિશ્વકપમાં તેને જગ્યા નહીં મળે. શમીને ગુજરાત ટાઈટન્સે 6.25 કરોડમાં ખરીદ્યો છે. જે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમશે. ગત સિઝનમાં શમી પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. જેમાં તેણે 14 મેચમાં 19 વિકેટ લીધી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments