Homeગુર્જર નગરીવડોદરા: ‘મારી ગર્લફ્રેન્ડને કોઈ ઉઠાવી ગયું છે…’ એવી ખોટી માહિતી આપી પોલીસને...

વડોદરા: ‘મારી ગર્લફ્રેન્ડને કોઈ ઉઠાવી ગયું છે…’ એવી ખોટી માહિતી આપી પોલીસને દોડાવવું યુવકને ભારે પડી ગયું

Team Chabuk-Gujarat Desk: વડોદરાના એક યુવકને પોલીસને ગુમરાહ કરી ખોટી માહિતી આપવી ભારે પડી ગઈ છે. આ યુવકની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. યુવકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ખોટો ફોન કરી જણાવ્યું હતું કે કમાટીબાગમાંથી કોઈ મારી ગર્લફ્રેન્ડને ઉઠાવી ગયું છે. જે પછી પોલીસ પોતાના બધા કામ છોડી યુવતીની શોધમાં લાગી હતી પણ અંતે કોથળામાંથી બિલાડું નીકળતા પોલીસે યુવકની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે વડોદરામાં 23 વર્ષીય જય બારોટે પોલીસને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું કમાટીબાગના ગેટ નંબર બેની પાસે છું. મારી ગર્લફ્રેન્ડ સાથે હું હતો એ વખતે મારો ફોન ચાલુ હતો અને મારી ગર્લફ્રેન્ડને કોઈ ઉઠાવીને લઈ ગયું છે. મારી ગર્લફ્રેન્ડનો ફોન બંધ આવે છે.  પોલીસ કન્ટ્રોલ રૂમને જ્યારે આ માહિતી મળી ત્યારે હોળી અને ધૂળેટીના બંદોબસ્તને છોડી પોલીસ યુવતીની સુરક્ષા માટે કમાટીબાગ ખાતે દોડી આવી હતી. પોલીસને આ યુવતી તેના ઘર પરથી જ મળી આવી હતી.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેને ઘરે જવાનું મોડું થતું હોય તે પોતાની મરજીથી ઘરે આવી ગઇ હતી અને આ અંગેની જાણ તેણે તેના મિત્ર જય બારોટને ફોન તથા મેસેજ દ્વારા કરી દીધી હતી. આમ છતાં યુવતીના બોયફ્રેન્ડ જય બારોટે પોલીસ કન્ટ્રોલમાં ખોટી માહિતી આપી પોલીસને પરેશાન કર્યા હતા. યુવતી હેમખેમ પોતાના ઘરે હોય પોલીસે હાશકારો લીધો હતો પણ ખોટી માહિતી આપી, પોલીસને કારણ વગરની દોડતી કરનારા જયની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments