Team Chabuk-Natioanl Desk: ચોમાસાને લઈને ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ વર્ષે ચોમાસું (monsoon) સામાન્ય રહેશે. સ્કાયમેટ (skymet) વેધર એજન્સીએ ચોમાસાને લઈને આગાહી કરી છે. સ્કાયમેટ વેધર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસું સારું રહેશે.
સ્કાયમેટ વેધર એજન્સીની આગાહી પ્રમાણે આ વર્ષે સામાન્ય રીતે 102 ટકા વરસાદ પડી છે. જૂન થી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં સરેરાશ 868.6 MM વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંઘના જણાવ્યા અનુસાર, “અલ નીનો ઝડપથી લા નીના તરફ જઈ રહ્યો છે. જેનાથી ચોમાસાનું સર્ક્યુલેશન મજબૂત થયું છે. સિઝનની શરૂઆતમાં થોડી તકલીફ પડી શકે છે પરંતુ બીજા ચરણમાં ચોમાસું ગતિથી આગળ વધશે.
સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં સારો વરસાદ થશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બિહાર, ઝોરખંડ. ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો પડવાની આગાહી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા