Homeગુર્જર નગરીસૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદ પડવાની શક્યતા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદ પડવાની શક્યતા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આવેલા અને તબાહી મચાવી ગયેલા તોકતે વાવાઝોડાની અસર બાદ ફરી એક વખત વાતાવરણમાં અનિશ્ચિતતા રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતના અમદાવાદ સહિતના મોટા અગિયાર શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહેતા વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા સેવવામાં આવી રહી છે.

ગઈકાલે અમદાવાદ જિલ્લામાં ગરમીનું તાપમાન 38 ડિગ્રીને પાર હતું. જેથી 24 કલાકની અંદર અંદર વાતાવરણ ઉથલો મારતા વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. વાત જો અમદાવાદના વાતાવરણની કરવામાં આવે તો અમદાવાદનું વાતાવરણ શનિવારના રોજ વાદળછાયું રહ્યું હતું પણ બાદમાં ગરમીએ પોતાનું જોર પકડ્યું હતું. જેથી લોકોને ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

વચ્ચે અમદાવાદની નજીક આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનો પારો ઊંચો રહ્યો હતો. શહેરનું તાપમાન 41.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ ગરમીનો પારો 41.3 ડિગ્રી રહ્યો હતો. આ સિવાયના અન્ય રાજ્યોના ગરમીના પારાની જો વાત કરવામાં આવે તો….

શહેરતાપમાન
ડીસા40.6
અમરેલી39.8
કંડલા એરપોર્ટ39.7
કંડલા પોર્ટ38.6
અમદાવાદ38.5
ગાંધીનગર38.5
ભાવનગર38.4
ભુજ38.4
વલ્લભ વિધાનગર38.3

જોકે હવે સવારમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ દસ વાગ્યા બાદ અચાનક ગરમીમાં વધારો થઈ જાય છે. ભારે ગરમી અને ઉકળાટના કારણે હવે લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે. જેથી વરસાદની આશ લગાવીને બેઠા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments