Homeગુર્જર નગરીમોરબી: ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી-૪૪૬ જગ્યાઓ પર ભરતી

મોરબી: ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી-૪૪૬ જગ્યાઓ પર ભરતી

Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ૫૭ જી.આર.ડી. પુરૂષ, ૪૦ જી.આર.ડી. મહિલા, ૩૪ એસ.આર.ડી., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૫ જી.આર.ડી. પુરૂષ, ૪૯ જી.આર.ડી. મહિલા, ૦૫ એસ.આર.ડી., હળવદ પોલીસ સ્ટેશનમાં ૬૪ જી.આર.ડી. પુરૂષ, ૫૦ જી.આર.ડી. મહિલા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૫ જી.આર.ડી. પુરૂષ, ૫૧ જી.આર.ડી. મહિલા, ટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૯ જી.આર.ડી. પુરૂષ, ૨૭ જી.આર.ડી. મહિલા સહિત કુલ-૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે.

ADV

આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત-૩ પાસ કે તેથી વધુ, ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીના, મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા (મી), ટંકારા હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર ડી. શાખા, રૂમ નં ૧૫, પોલીસ અધિક્ષકની કચેરી નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨. ખાતેથી તા.ર૬/૧૦/૨૦૨૧ થી તા.૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી ૧૮:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે.

ADV

તેમજ તા.૦૩/૧૧/૨૦૨૧ ના ૧૮:૧૦ સુધીમાં અરજી ફોર્મ અચુક જમા કરાવવાના રહેશે. ભરતી પ્રકીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂમાં મળી રહેશે. તેમ સુબોધ ઓડેદરા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મોરબીની યાદીમાં જણાવેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments