Homeદે ઘુમા કે1 જુલાઈ 2022ના રોજ ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે પાંચમી ટેસ્ટ એ મેદાન...

1 જુલાઈ 2022ના રોજ ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે પાંચમી ટેસ્ટ એ મેદાન પર રમાશે જ્યાં ભારત 1967થી નથી જીત્યું

Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 2021માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રદ્દ થયેલી પાંચમી ટેસ્ટનું શેડ્યુલ સામે આવી ગયું છે. 1 જુલાઈ 2022થી ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચમી ટેસ્ટ રમાશે. પાંચમી ટેસ્ટનું આયોજન માન્ચેસ્ટરની જગ્યાએ એઝબેસ્ટનમાં કરવામાં આવ્યું છે. આઈસીસીએ આ વાતની અધિકૃત જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આપી હતી.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈની આંતરિક સહમતિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાંચ ટેસ્ટમેચની સિરીઝમાં હાલ 2-1થી આગળ છે. એવામાં આગામી વર્ષે ભારતીય ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. એક ટેસ્ટ મેચ સિવાય ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ અને ટી ટ્વેન્ટી સિરીઝ પણ રમાશે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટના ચીફ એક્ઝિક્યૂટિવ ટોમ હેરિસને કહ્યું કે, ‘અમે ખૂબ જ ખુશ છીએ કે ECB અને BCCIની વચ્ચે સહમતિ સધાઈ ચૂકી છે. જેથી એક શાનદાર સિરીઝની સારી રીતે સમાપ્તિ થાય. અમે એ તમામ વેન્યૂઝના આભારી છીએ. જેમણે આ સ્પર્ધાને રિશેડ્યૂલ કરવામાં અમારી સહાયતા કરી. અમે ક્રિકેટ સાઉથ આફ્રિકાનો પણ આભાર માનીશું, જેમણે આ પરિવર્તનને પૂર્ણ કરવામાં મદદ કરી. સપ્ટેમ્બરમાં મેચ રદ્દ થવા પર દર્શકગણોની માફી માગીએ છીએ.’

ADV

જે એઝબેસ્ટનના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંતિમ મેચ રમાવાની છે તેનો ઈતિહાસ ભારતના ત્રાજવામાં નથી. 1967થી અત્યાર સુધી ભારત એ મેદાન પર સાત મેચ રમી ચૂક્યું છે. જેમાંથી 6માં ઈંગ્લેન્ડની જીત થઈ છે. એક મેચ ડ્રોમાં પરિણમ્યો છે. 2018ની સાલમાં બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં પણ ઈંગ્લેન્ડ વિજય થયું હતું. ટીમ ઈન્ડિયા 54 વર્ષના ઈતિહાસમાં અહીં મેચ નથી જીતી શકી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments