Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. અક્ષર પટેલના લગ્નમાં તેમના મિત્ર ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ પહોંચ્યા હતા અને તેઓ તેમના મિત્ર સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે. સાથે તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પણ તસવીરો શેર કરી છે. જયદેવ ઉનડકટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “Welcome To The Club” અક્ષર પટેલ અને મેહા પટેલે ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અક્ષર પટેલ અને મેહા પટેલે સંગીત સેરેમનીમાં સુંદર ડાંન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું.
#NewProfilePic #AxarPatel #AxarPatelWedding #MehaPatel pic.twitter.com/SW1WNY7c5R
— Meha Patel (@Meha2026) January 27, 2023
અક્ષર પટેલના પત્ની મેહા પટેલની વાત કરીએ તો તેઓ એક જાણીતા ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનિસ્ટ છે, જે ફિટનેસ માટે ઘણાં જાણીતા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર અક્ષર પટેલ લગ્નના કારણે ટીમ ઇન્ડિયામાથી બહાર છે, અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ નથી રમી રહ્યો, આ ઉપરાંત કેએલ રાહુલે પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે.
આ પહેલા અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીના પણ કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. ત્યાર પછીથી બંને અનેક વખત રજાઓ સાથે માણતા દેખાયા છે. અક્ષર પટેલે અગાઉ પોતાના બર્થ ડે પર 2022ની 20મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી.
Axar Patel married to me, took seven rounds with his meha in Vadodara… #axarpatel #mehapatel pic.twitter.com/yimPDvfUaD
— Meha Patel (@Meha2026) January 27, 2023
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
