Team Chabuk-International Desk: એક મહિલાએ પોતાના પતિની મોતનો પ્રતિશોધ લેવા માટે એવો જાળ રચ્યો કે ત્રણ વર્ષ સુધી કોઈને ભનક સુદ્ધાં આવી નહીં. ત્રણ વર્ષ સુધી તેણે આખી યોજનાને ઘડી કાઢી. તેણે પતિના હત્યારા સાથે મિત્રતા કેળવી, તેની સાથે લગ્ન કર્યા અને બાદમાં તેની હત્યા કરી નાખી. ફિલ્મી પટકથાને ટક્કર મારે તેવી આ સત્યકથા પાકિસ્તાનના કબાયલી વિસ્તારની છે. આરોપી મહિલાના પતિની ત્રણ વર્ષ પહેલા હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા હતી કે કુદરતી મોત હતું તે સ્પષ્ટ નહોતું થઈ શક્યું.
મહિલાએ પતિની મોતની આખી ઘટનાનું પોસમોર્ટમ કર્યું અને ઈન્વેસ્ટિગેશન કર્યું. મહિલાને ખબર પડી ગઈ કે તેના પતિની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના પાક્કા મિત્ર ગુલિસ્તાન ખાને ઝેરનું ઈન્જેકેશન આપીને કરી છે. મહિલાએ મનોમન નક્કી કરી લીધું કે તેણે જ તેને માર્યો છે. તેણે પતિની મોતનો બદલો લેવાનું નક્કી કરી લીધું. છ મહિના સુધી તેણે રેકી કરી, પણ તક નહોતી મળતી. એ પછી તેણે ગુલિસ્તાન ખાનને મારવા માટે પ્રેમ અને લગ્નની યોજના ઘડી કાઢી.
આ મહિલાએ ગુલિસ્તાન સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. જોકે અડચણ એ હતી કે ગુલિસ્તાન પહેલાથી વિવાહિત હતો અને તેને એક સંતાન પણ હતી, છતાં મહિલાએ ગુલિસ્તાનને મોટી મોટી લાલચ આપી અને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધો.
પોલીસે આ હત્યા સંદર્ભે કહ્યું છે કે, મહિલાએ ગુલિસ્તાનને પોતાની સુરક્ષા માટે ઘરમાં પિસ્તોલ રાખવાનું કહ્યું હતું. ગુલિસ્તાન આ વાતમાં પણ તેના પ્રેમજાળની જેમ જ ફસાઈ ગયો. હત્યાના દિવસે મહિલા રાતના એક વાગ્યા સુધી જાગતી રહી હતી. બાદમાં પિસ્તોલ લઈ બીજા કક્ષમાં ગઈ હતી. ગુલિસ્તાન ઉંઘી રહ્યો હતો એટલે મહિલાએ તક જોઈ પિસ્તોલ ચલાવી પણ પિસ્તોલમાંથી ગોળી નીકળી નહીં.
મહિલા ફરી પોતાના રૂમમાં ગઈ અને પિસ્તોલની ટેકનિકલ ખરાબી તપાસી. એ પછી ફરી ગુલિસ્તાન ખાનના રૂમમાં આવી અને એક ગોળી માથાના ભાગે જ્યારે બીજી ગોળી શરીરના ડાબા પડખામાં મારી. ગોળી માર્યા બાદ સવાર સુધી તે ત્યાં ને ત્યાં જ હાજર રહી અને સૌની સામે અભિનય સભર કલ્પાંત કરતી રહી કે તેના પતિને કોઈએ ગોળી મારી દીધી છે.
જોકે પોલીસને તેમાં ષડયંત્રની ગંધ આવી ગઈ હતી. તેમણે મહિલાને કડક શબ્દોમાં પૂછતાછ કરતા એ ભાંગી પડી હતી અને ગુલિસ્તાન ખાનની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ મહિલાને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલશે.
(તસવીર પ્રતિકાત્મક છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત