Homeવિશેષશનિની સાડાસાતી અને ઢૈયાથી બચવા શું કરવું ? જાણો ઉપાય

શનિની સાડાસાતી અને ઢૈયાથી બચવા શું કરવું ? જાણો ઉપાય

Team Chabuk-Religious Deks: શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિદેવની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શનિની સાડાસાતી અને ઢૈયાનું નામ સાંભળીને બધા ડરી જાય છે. કારણ કે શનિદેવની ઢૈયા અને સાડાસાતી ખુબ ખતરનાક માનવામાં આવે છે. શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી બચવા લોકો ઘણા ઉપાયો કરે છે.

શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માટે સૌથી સારો દિવસ શનિ જયંતિ છે. આ દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળી શકે છે. સાથે જ જીવનમાં સુખ શાંતિ પણ બનેલી રહે છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવની કૃપા મેળવવા માટે શનિ જયંતિ દિવસે વ્રત રાખો. સાથે જ વિધિ વિધાનથી શનિની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શનિદેવ પર સરસવનું તેલ અને કાળા તલ અર્પિત કરો. માન્યતા છે કે એવું કરવાથી જીવનમાં ખુશી આવે છે. સાથે જ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે.

shanidev

હવે જાણીએ શનિ જયંતિ ક્યારે છે, શુભ મુહૂર્ત સાથે જ એવા કેટલાક ઉપાય જેનાથી સાડાસાતી અને ઢૈયામાં રાહત મેળવી શકાય. દ્વિક પંચાંગ અનુસાર, શનિ જયંતિ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાસ(ગુજરાત વૈશાખ અમાસ)ના દિવસે ઉજવાય છે. જેઠ અમાસની તિથિ શરૂઆત 5 જૂન 2024 બુધવારના દિવસે સાંજે 7 વાગ્યાને 50 મિનિટ પર થઇ રહી છે. ત્યાં જ સમાપ્તિની વાત કરીએ તો બીજા દિવસે 6 જૂન, સાંજે 6 વાગ્યાને 7 મિનિટ પર થશે.

ઉદયા તિથિ અનુસાર, શનિ જયંતિ 6 જૂનના રોજ ઉજવાશે. જ્યોતિષ અનુસાર, શનિ જયંતિના દિવસે ધૃતિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ રહેશે. જેના કારણે શનિ જયંતિનું મહત્વ વધી જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments