Team Chabuk-National Desk: ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ હદથી વધુ ફેલાઈ ગયું છે ત્યારે (ICMR) ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના હેડ ડૉ.બલરામ ભાર્ગવે લૉકડાઉનની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે જે પણ જિલ્લામાં કોરોના સંક્રમણ દર 10 ટકાથી વધુ હોય ત્યાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન આવશ્યક છે.
ડૉક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, હાલ ભારતમાં કોરોના સંક્રમણનો દર 21 ટકા આસપાસ છે. દેશમાં 734માંથી 310 જિલ્લામાં આ દર સમાંતર અથવા તેના જેટલો છે.બીજી લહેરમાં કોરોના સંક્રમણ પહેલી લહેર કરતાં વધુ છે. આ અંગે ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેરની જો તુલના કરવામાં આવે તો એ જાણવા મળ્યું છે કે, ઉંમરનું અંતર વધુ જણાતું નથી. આમા 40 વર્ષથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ અસર માટે વધુ સંવેદનશીલ છે.
સંક્રમણ દર મુદ્દે તેમણે કહ્યું કે, બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગના યુવાનો બહાર નીકળ્યા હતા. તેમણે કહ્યુ કે, એ સમયે પહેલાંથી જ વાતવરણમાં વાયરસના કેટલાક અંશ જીવીત હતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગનાં યુવાનો બહાર નીકળ્યા હતા અને આવા સમયે પહેલાથી કેટલાક તેથી સંક્રમણનો દર વધ્યો હતો. અત્યારે ભારત મહામારીની સૌથી ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે.
જો કે, સારી વાત એ છે કે, દેશમાં કોરોના પર આંશિક કાબૂ મેળવાઈ રહ્યો છે. મંગળવારે સરકાર કહ્યું હતું કે, કોરોનાના કેસ અને મૃત્યુઆંક ઘટ્યો છે. જો કે, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ જેવા 16 રાજ્યો છે જ્યાં કેસ સતત વધી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને તેલંગણામાં કેસ સતત વધી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત