Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડી ગયું છે. છેલ્લા ઘણા દિવસો બાદ કોરોનાના દૈનિક કેસનો આંકડો 1 હજારથી નીચે નોંધાયો છે. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 996 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 3004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને 15 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
રાજ્યમાં સતત કોરોના વાઇરસનું જોર ઘટી રહ્યું છે. દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 96.32 ટકાએ પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કૂલ 20,087 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 382 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે અને 19,705 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 9921 લોકોના કોરોનાના કારણે મોત થયાનું સરકારી ચોપડે નોંધાયું છે.
5 મેના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના નવા કેસ, ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા, મૃતકોની સંખ્યા અને રસીકરણની વિગત#vaccination #GujaratCoronaUpdate pic.twitter.com/WOKseTLIJA
— thechabuk (@thechabuk) June 5, 2021
18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સિન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સિન લીધી છે. સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સિનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા 93.15 કરોડનો ખર્ચ કર્યો છે, અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સિન ઉત્પાદકોને વેક્સિનના 3 કરોડ ડોઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા.1લી મેથી જ 18 થી 44 વર્ષની વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લાખથી વધુ યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. 4થી જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. તા. 4થી જૂને રાજ્યમાં 1,92,693 યુવાનોએ વેક્સિન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 81,459 યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં 1,11,233 યુવાનોએ વેક્સિન લીધી છે.
આજે તા. 5મી જૂને, એક દિવસમાં ગુજરાતમાં 2,63,507 યુવાનોએ વેક્સિન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 79,896 યુવાનોએ વેક્સિન લીધી, જ્યારે જિલ્લાઓમાં 1,98,123 યુવાનોએ વેક્સિન લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત