Team Chabuk-Auto Desk: લોકડાઉન અને કોરોનાકાળમાં મોટા ભાગના લોકો વધારાના ખર્ચ ટાળવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાય લોકોની નોકરી ગઈ છે તો કેટલાય લોકોના પગારમાં કાપ મૂકાયો છે અથવા તો ઈન્ક્રિમેન્ટ ન આવવાના કારણે ભવિષ્યના આયોજનો પેન્ડિંગ પડ્યા છે. જો કે, આ તમામ વાતો વચ્ચે પણ કાર અને બાઈક્સની ધૂમ ખરીદી પણ થઈ છે. એટલે કે દેશમાં કેટલાય એવા પણ લોકો છે જેમને લોકડાઉન અને કોરોનાકાળ નડ્યો નથી.
લોકડાઉન હોવા છતાં Hyundai Cretaએ માર્કેટમાં ભારે ચર્ચા જગાવી છે. આ કાર સ્વીફ્ટ કંપનીને પણ પાછળ છોડી લોકોની પહેલી પસંદ બની ગઈ છે. Hyundai Cretaને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયા બાદ જ આ કારે પોતાના સેગમેન્ટ પર રાજ કર્યું હતું. છ વર્ષ પસાર થયા બાદ પણ આ કાર મીડ સાઈડ SUV સેગમેન્ટમાં બેસ્ટસેલર છે. ગયા મહિને પણ કંઈક આવો જ માહોલ સર્જાયો. મે 2021માં સૌથી વધુ વેચાનારી કાર Hyundai Creta જ છે. આ વખતે આ આંકડા એટલા માટે ખાસ હતા કે આ સમય દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાં લોકડાઉન લગાવાયું હતું. આમ છતાં Hyundai Cretaએ પોતાના જ રેકોર્ડ તોડ્યા અને બેસ્ટ સેલિંગ કાર બની ગઈ.
માર્કેટમાં વેચાણની દ્રષ્ટીએ Hyundai Cretaએ મારૂતીની જાણીતી કાર Maruti Suzuki Swiftને પણ પાછળ છોડી દીધી.મે 2021માં Maruti Suzuki Swiftની 7005 યુનિટ સેલ થઈ. જ્યારે ક્રેટા 7 હજાર 527 યુનિટ સેલ કરી સ્વીફ્ટથી આગળ નીકળી ગઈ. વેચાણના આંકડાઓમાં ત્રીજા નંબર પર સૉનેટ રહી જેની 6 હજાર 627 યુનિટ સેલ થઈ. ટાટા નેક્સોન કાર 6 હજાર 439 સાથે ચોથા નંબર પર રહી. પાંચમાં નંબર પર Hyundaiની જ વેન્યૂ રહી. મે મહિનામાં વેન્યૂના 4 હજાર 840 યુનિટસ સેલ થયા.
Hyundai પોતાની પોપ્યુલર કાર Hyundai Cretaના ઈન્ડિયન વેરિયંટ્સને અપડેટ કરવાનું આયોજન કરી રહી છે. અહેવાલો મુજબ 2021માં જ Hyundai Creta SUVમાં કેટલાય નવા ફિચર્સ જોડાશે. આ ફિચર્સ ક્યા હશે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કંપની માર્કેટ ટ્રેન્ડ્સ અને કસ્ટમર ફિડબેકના આધારે ફિચર્સ અપડેટ કરશે જેનાથી કારના વેચાણને વધારી શકાય.
Hyundai Cretaને ત્રણ એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉતારવામાં આવી છે. જે કિઆ સેલ્ટોસમાંથી લેવાયા છે. આમાં 1.4 લીટર ટર્બોચાર્લ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5 લીટરના ડિઝલ અને પેટ્રોલ એન્જિન સામેલ છે. 1.5 લીટરવાળા પેટ્રોલ અને ડિઝલ એન્જિન 113 bhp નો પાવર અને 144 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ટર્બો પેટ્રોલ એન્જિન 138 bhpનો પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રણે એન્જિન BS6 કમ્પ્લાયંટ છે.
તાજેતાજો ઘાણવો