Homeસાહિત્યફૈઝની કવિતાનો આસ્વાદ: જુલ્મોનાં પહાડો રૂનાં પૂમડાની જેમ ઉડી જશે

ફૈઝની કવિતાનો આસ્વાદ: જુલ્મોનાં પહાડો રૂનાં પૂમડાની જેમ ઉડી જશે

કૉમરેડ જસ્મીન-

हम देखेंगे

लाज़िम है कि हम भी देखेंगे
वो दिन कि जिसका वादा है
जो लोह-ए-अज़ल में लिखा है
जब ज़ुल्म-ओ-सितम के कोह-ए-गरां
रुई की तरह उड़ जाएँगे
हम महकूमों[ के पाँव तले
ये धरती धड़-धड़ धड़केगी
और अहल-ए-हकम के सर ऊपर
जब बिजली कड़-कड़ कड़केगी
जब अर्ज-ए-ख़ुदा के काबे से
सब बुत उठवाए जाएँगे
हम अहल-ए-सफ़ा, मरदूद-ए-हरम
मसनद पे बिठाए जाएँगे
सब ताज उछाले जाएँगे
सब तख़्त गिराए जाएँगे

बस नाम रहेगा अल्लाह का
जो ग़ायब भी है हाज़िर भी
जो मंज़र भी है नाज़िर भी
उट्ठेगा अन-अल-हक़ का नारा
जो मैं भी हूँ और तुम भी हो
और राज़ करेगी खुल्क-ए-ख़ुदा
जो मैं भी हूँ और तुम भी हो

-फ़ैज़ अहमद फ़ैज़

કવિ ફૈઝ અહમદ ફૈઝની આ નઝમ અનેક આંદોલનનો ભાગ રહી છે. પાકિસ્તાની કવિએ લખેલી આ નઝમ સરહદ પાર પણ લોકપ્રયિ બની હતી. ભારતમાં અનેક વિદ્યાર્થી આંદોલનમાં પણ આ નઝમ દરેક જીભ પર રમતી રહી છે. હમ દેખેંગે નઝમ સ્વંત્રતાનો અવાજ રહી છે. અનેક આંદોલનકારીઓની પ્રેરણા રહી છે, રહેશે. ઈસ્લામિક શબ્દાવલીને કારણે કેટલાક લોકો આ નઝમને ધર્મ સાથે જોડે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ નઝમના સર્જક ખુદ કોમ્યુનિસ્ટ કવિ હતા. 

ફૈઝનો આગવો અંદાજ આ નઝમમાં વ્યક્ત થયો છે. આપણે જ્યારે સાચા હોઈએ ત્યારે આપણી સામે કોઈ ચડી બેસે, ખોટી રીતે હેરાન કરે ત્યારે બધા કહી દેતાં હોય છે કે હું તને જોઈ લઈશ. ફૈઝ પણ અહીં કહે છે કે હમ દેખેગેં.. હું જોઈ લઈશ… એમ નહીં, પણ આપણે જોઈ લઈશું. એ રીતે એક સામૂહિક અર્થમાં ‘હું’ હોય ત્યાં તાનાશાહી હોય પણ જ્યાં ‘આપણે’ હોઈએ ત્યાં જ લોકશાહીનું પારણું ઝૂલે. કવિને એ દિવસની રાહ જૂએ છે જેનું વચન આપેલું છે जो लोह-ए-अज़ल में लिखा है એટલે કે ઈસ્લામિક ફિલોસોફી મુજબ વિધિનું વિધાન, જે થવાનું છે. ફૈઝની આ નઝમમાં ક્રાંતિની ચિનગારીની સાથોસાથ સમાજવાદનું પણ દર્શન છે.

ફૈઝની ભાષા જુઓ એ અત્યાચારને લલકારતા કહે છે કે જુલ્મોનાં પહાડો રૂનાં પૂમડાની જેમ ઉડી જશે પ્રજાના પગના પડખમથી આ ધરતી ધ્રુજશે. કડકતી વીજળી જેવા સંદર્ભ આપીને ફૈઝ નઝમને આગળ વધારે છે. जब अर्ज-ए-ख़ुदा के काबे से सब बुत उठवाए जाएँगे નઝમનીઆ પક્તિને ઘણા લોકો ધર્મ વિરોધી ગણાવે છે પણ વાસ્તવમાં બૂત એટલે કે મૂર્તિ તોડવાનો અર્થ અહીં તાનાશાહી કે મૂડવાદના અંતના રૂપમમાં લેવાયો છે.

મૂર્તિ અહીં સામંતશાહીનું પ્રતિક છે. અત્યાચારીઓનાં અંત પછી ફૈઝ જનતાનું રાજ આવશે તેવી વાત કરે છે. જે સામાન્ય પ્રજા છે એને શીરપાવ મળશે અને જનતાનું રાજ આવશે. નઝમના અંતમાં ફૈઝ કહે છે કે રાજ અલ્લાહનું આવશે. અહીં પણ કેટલાક લોકોની ગેરસમજ થાય છે અલ્લાહનું રાજ એટલે ફૈઝ ઈસ્લામિક રાજની વાત નથી કરતાં, પણ અલ્લાહને અહીં સત્યના પ્રતિક તરીકે મુકીને સાચા લોકોનું રાજ આવશે તેવી વાત કરે છે.

અલ્લાહ (ઈશ્વર) કે જેને આપણે જોઈ શકતા નથી પણ તેની હાજરી આધ્યાત્મિક લોકો અનુભવતા હોય છે. તેવી જ રીતે સત્ય અને ન્યાય આપણે જોઈ શકતા નથી, પણ તેની ઉપસ્થિતિ તો અનુભવાય છે. उट्ठेगा अन-अल-हक़ का नारा આવું કહીને તો ફૈઝે કમાલ કરી દીધી છે અનહલક એટલે ઉપનિષદની ફિલોસોફી એક પ્રકારનો

સૂફી મત. હું જ ઈશ્વર છું તેવો ભાવ. અહીં ઈસ્લામિક અને ઉપનિષદની ફિલોસોફીને સાંકળીને સરસ વાત કહી છે. અને અંતે ફરી ફૈઝ કહે છે કે સામાન્ય પ્રજાનું રાજ આવશે. પાકિસ્તાનના તાનાશાહ ઝિયા ઉલ હક વિરુદ્ધ લખેલી આ નઝમે પાકિસ્તાનમાં તે સમયે એક જુવાળ ઉભો કરી દીધો હતો. આજે પણ આ નઝમ એટલી જ પ્રાંસગિક છે. દરેક ક્રાંતિકારી, આંદોલનકારીનાં મનમાં સમયે સમયે આ નઝમ ઉત્સાહ ભરતી રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments