Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં જામનગર અને રાજકોટમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસ મળતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ગુજરાત માટે વધુ એક ભયજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એક સાથે 30 થી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદથી દુબઈ લગ્ન સમારોહમાં હાજરી આપી પરત અમદાવાદ ફરેલા 30થી વધુ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે દુબઈ ખાતે આયોજિત એક લગ્ન સમારોહમાં અમદાવાદથી અલગ અલગ ફ્લાઈટમાં 550થી વધુ લોકો હાજરી આપવા ગયા હતા. દુબઈ લગ્ન સમારોહ પતાવીને પરત અમદાવાદ ફરેલા આ લોકોના કોરોના ટેસ્ટ કરાતાં 30થી વધુ લોકો કોરોના સંક્રમિત નીકળ્યા છે. કોરોનાનો ભોગ બનેલા આ 30થી વધુ લોકોમાં મોટાભાગના 16 થી 26 વર્ષની ઉંમર વચ્ચેના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ લોકોમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ