Homeગામનાં ચોરેકર્ણાટક: OLA ડ્રાઈવરે કારમાં બેસેલી મહિલાની સામે હસ્તમૈથૂન કર્યું

કર્ણાટક: OLA ડ્રાઈવરે કારમાં બેસેલી મહિલાની સામે હસ્તમૈથૂન કર્યું

Team Chabuk-National Desk: કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં એક મહિલા પત્રકારને અશ્લીલ હરકતનો સામનો કરવો પડ્યો. જેનો ઉલ્લેખ તેમણે ટ્વીટર પર કર્યો છે. OLA CABથી એ ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે કેબના ડ્રાઈવરે તેની સામે જ હસ્તમૈથૂન કરવાનું શરૂ કરી દીધું. મહિલાએ ટ્વીટર પર લખ્યું છે કે, જ્યારે તેણે ડ્રાઈવરને જોયો તો એ એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેણે કંઈ ખોટું નથી કર્યું. બેગ્લોર પોલીસ કમિશ્નર કમલ પંતે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે, તો OLAએ ડ્રાઈવરની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યાવાહી કરવાનું વલણ અપનાવ્યું છે.

પીડિત મહિલા પત્રકારે વધુમાં લખ્યું છે કે, જે શહેરને હું મારું ઘર કહું છું. ત્યાં આજે હું અસુરક્ષિત અનુભવ કરી રહી છું. કામ બાદ જ્યારે હું ઘરે પરત ફરી રહી હતી તો OLA કેબ ડ્રાઈવર મારી સામે જ હસ્તમૈથૂન કરવા લાગ્યો. એ વિચારી રહ્યો હતો કે હું તેના પર ધ્યાન નથી આપી રહી. થોડા સમય પછી તેણે એવું નાટક કર્યું કે તેણે કંઈ ખોટું નથી કર્યું. હું એ વખતે રાડો પાડવા લાગી તો તેણે કેબ રોકી દીધી અને પછી ચાલ્યો ગયો.

તેમણે લખ્યું છે કે, મારી પાસે ઈમરજન્સી નંબર હતો, પણ જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ છો ત્યારે પહેલા એ વિચારો છે કે સમસ્યામાંથી બહાર કેવી રીતે નીકળવું. મને થોડા સમય બાદ બીજી રાઈડ મળી. ઓલા કંપનીએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાનો ભરોસો આપ્યો છે. પણ કામ બાદ ઘરે પરત ફરતા સમયે આપણે કેવી રીતે સુરક્ષિત અનુભવ કરીએ? શું આપણે કામ કરવાનું બંધ કરી દઈએ? એટલે જ મહિલાઓ એકલી યાત્રા કરતા સમયે ફોન પર વાતો કરે છે. એ પોતાની લોકેશન બીજાને કહે છે. આ બધું એટલા માટે કે મહિલાઓ ખૂદને સુરક્ષિત અનુભવ કરે.

થોડા સમય બાદ તેમણે ફરી ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ઓલા ડ્રાઈવરને નિલંબિત કરી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે એમ પણ લખીને જણાવ્યું છે કે, આપણે કેવી રીતે માની શકીએ કે આવા લોકો રસ્તા પર નહીં હોય. મહિલાના ટ્વીટ પર બેંગ્લોર સિટી પોલીસ કમિશ્નર કમલ પંતે જવાબ આપતા તેમણે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments