Homeદે ઘુમા કેTATA IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું, જાણો કોણે...

TATA IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું, જાણો કોણે ક્યો એવોર્ડ જીત્યો ?

Team Chabuk-Sports Desk: TATA IPL 2023ની પૂર્ણાહૂતિ થઈ ચુકી છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી લીધી છે. માહી સેનાએ હાર્દિક પંડ્યાની પલટનને મ્હાત આપી છે. વરસાદના વિઘ્ન વચ્ચે હેમખેમ આ મેચ પૂર્ણ થઈ હતી. 29 મે ને સોમવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો ટાર્ગેટ હતો, જે તેણે છેલ્લા બોલે હાંસલ કરી લીધો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

ફાઈનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમને કરોડો રૂપિયાની પ્રાઈઝ મની આપવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયા જ્યારે રનર્સ અપ ટીમ ગુજરાત ટાઇટન્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલે ઓરેન્જ કેપ અને મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી.

ટોપ-4 ટીમોની પ્રાઈઝ મની

  • વિજેતા ટીમ (ચેન્નઈ સુપર કિંગ્સ) – રૂ. 20 કરોડ
  • રનર-અપ – (ગુજરાત ટાઇટન્સ) – રૂ. 12.5 કરોડ
  • ટીમ નંબર ત્રણ (મુંબઈ ઈન્ડિયન્સ) – રૂ. 7 કરોડ
  • ચોથા નંબરની ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ) – રૂ. 6.5 કરોડ
doctor plus

સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને મળ્યા લાખો રૂપિયા

  • સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – મોહમ્મદ શમી 28 વિકેટ (રૂ. 10 લાખ)
  • એક સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – શુભમન ગિલ 890 રન (રૂ. 10 લાખ)
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન – યશસ્વી જયસ્વાલ (રૂ. 10 લાખ)
  • એક સિઝનમાં સૌથી વધુ સિક્સર – ફાફ ડુ પ્લેસિસ (રૂ. 10 લાખ)
  • સિઝનનો ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર – ગ્લેન મેક્સવેલ (રૂ. 10 લાખ)
  • ગેમ ચેન્જર ઓફ ધ સીઝન – શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • Paytm ફેરપ્લે એવોર્ડ – દિલ્હી કેપિટલ્સ
  • સીઝનનો કેચ – રાશિદ ખાન (રૂ. 10 લાખ)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર – શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • રૂપે ઓન ધ ગો-4s ઓફ સીઝન: શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • સિઝનની સૌથી લાંબી સિક્સ: ફાફ ડુ પ્લેસિસ (રૂ. 10 લાખ)
  • પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડન્સ (રૂ. 50 લાખ)

IPL 2023 ફાઇનલના એવોર્ડ વિજેતા ખેલાડીઓ

  • ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: અજિંક્ય રહાણે
  • ગેમ ચેન્જર ઓફ ધ મેચ: સાંઈ સુદર્શન
  • મોસ્ટ વેલ્યૂએબલ એસેટ ઓફ ધ મેચ: સાંઈ સુદર્શન
  • મેચની સૌથી લાંબી સિક્સ: સાંઈ સુદર્શન
  • રૂપે ઓન ધ ગો-4s ઓફ ધ મેચ: સાંઈ સુદર્શન
  • પ્લેયર ઓફ ધ મેચ: ડેવોન કોનવે
  • એક્ટિવ કેચ ઓફ ધ મેચ: એમએસ ધોની

IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર પાંચ ખેલાડીઓ

  • શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) – 890 રન
  • ફાફ ડુ પ્લેસિસ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 730 રન
  • ડેવોન કોનવે (ચેન્નઈ સુપર કિંગ્સ) – 672 રન
  • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 639 રન
  • યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રોયલ્સ) – 625 રન

IPL 2023માં સૌથી વધુ વિકેટ

  • મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) – 28 વિકેટ
  • મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ) – 27 વિકેટ
  • રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ) – 27 વિકેટ
  • પીયૂષ ચાવલા (મુંબઈ ઈન્ડિયન્સ) – 22 વિકેટ
  • યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) – 21 વિકેટ
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments