Team Chabuk-Gujarat Desk: : મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા અને પુત્રીએ ઝંપલાવ્યું છે. આ ઘટનામાં માતાનો બચાવ થયો છે જ્યારે 19 વર્ષીય દીકરીનું મોત નિપજ્યું છે. માતા-પુત્રીએ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લેવા આ પગલું ભર્યું હતું. જેમાં દીકરીનું મોત નિપજ્યું છે જ્યારે માતા હાલ સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલી અવધ સોસાયટીમાં રહેતા કંચનબેન વિનોદભાઈ બોપલિયા (ઉ.વ.50) અને તેઓની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલીયા (ઉ.વ. 19)એ આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ મંદિર પાસેથી મચ્છુ-3 ડેમમાં ઝંપલાવ્યું હતું. આ મામલે જાણ થતાં તુરંત જ પોલીસની ટીમ ઘટના સ્થળે પર દોડી ગઈ હતી. જો કે આ ઘટનામાં દીકરી કુંજનબેનનું મોત થયું છે. જ્યારે તેમના માતા કંચનબેન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

માતા-પુત્રીએ આત્મહત્યા કરવા માટે આ પગલું કેમ ભર્યું તેનું કારણ જાણી શકાયું નથી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે અને વધુ તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત